ચિત્રોડિય ગામની સગર્ભા મહિલા ની 108 એમ્બ્યુલન્સ માં સફળ પ્રસૂતિ કરવામાં આવી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ *
ચિત્રોડિય ગામની સગર્ભા મહિલા ની 108 એમ્બ્યુલન્સ માં સફળ પ્રસૂતિ કરવામાં આવી*
ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ સર્વિસ અવારનવાર એમ્બ્યુલન્સમાં અને સ્થળ ઉપર સગર્ભા ની પ્રસૂતિ કરવી ને બાળક અને માતાની જીવ બચાવી ને દેવદૂત સમાન સેવા આપી રહી છે. એજ શ્રેણી માં એક કિસ્સો આજ રોજ પણ થયો હતો.આજ રોજ તારીખ 29/12/2023 ના રોજ ઝાલોદ તાલુકાના ચિત્રોડિયા ગામના સ્થાનિક સગર્ભા મહિલાને પ્રસુતિ ની પીડા ઉપડતા 108 ની મદદ લેવામાં આવી હતી, 108 ને જાણ થતાં જ નજીકની 108 એમ્બ્યુલન્સ મુવાડા ચોકડી 108 ની ટીમ તાત્કાલિક ચિત્રોડીયા ગામે પહોંચી હતી સ્થળ પરથી તાત્કાલિક સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સમાં લઈ તેમને હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સ રવાના થય હતી તે દરમિયાન વધારે પ્રસૂતિ દુખાવો થતો હતો અને 108 ની Emergency Medical Technician અરવિંદ ખાંટ અને પાયલોટ કિર્તિપાલસિંહ રાઠોડને હોસ્પિટલ જતા રસ્તામાં જ ડિલિવરી કરાવવાની ફરજ પડતા એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી હતી. પ્રસૂતિ કરાવતા બાળકના ગળામાં ગર્ભ નાળ વીંટળાયેલી જાણતા બાળકને શ્વાસ લેવામાં અવરોધ કરી થઇ રહ્યું હતું. EMT અરવિંદ ભાઈ ખંતની સૂઝબૂઝ થી તેને બે આંગળી વડે સરકાવી અને તરત જ એક હાથના આંગળા દેખાય તેમ તેને ધીરેથી નીકાળી નોર્મલ ડિલિવરી કરાવી અને બાળક ની ડિલિવરી કરવી હતી. જન્મ થાય બાદ નવજાત બાળક પણ રડતું ન હતું તો માતા અને બાળકને 108 ERCP લાઈન ના ફિઝીસિયન ડૉક્ટર રામાણી સાહેબ ની સલાહ મુજબ સારવાર આપતા આપતા સરકારી હોસ્પિટલ ઝાલોદના ડૉક્ટર કમલને બધી તકલીફ જણાવી બંને દાખલ કરવામાં આવ્યા હતા.