મહિસાગર જિલ્લાના બાલાસિનોર હાઇવે ઉપર ડ્રાઇવરો દ્વારા ચક્કાજામ
સંજય જયસ્વાલ
મહિસાગર જિલ્લાના બાલાસિનોર હાઇવે ઉપર ડ્રાઇવરો દ્વારા ચક્કાજામ
અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે પસાર થતાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર મુકામે ડ્રાઇવરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો.
નવા હિટ એન્ડ રનના કાયદાનો રાજ્યભરમાં વિરોધ, ટ્રક અને બસ ચાલકોએ ટાયર સળગાવી કર્યો હાઈવે બ્લોક
કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાનો ટ્રક ચાલકો દ્વારા દેશભરમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે.આજે સવારથી જ ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડવામાં આવી છે. ઠેર-ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો છે.બાલાસિનોરમાં ટ્રકચાલકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. અકસ્માતના નવા કાયદાના વિરોધનાં પગલે ટ્રકોની 5 કિમી લાંબી કતાર થઈ ગઈ હતી. મહીસાગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રક ચાલકોને સમજાવવા પ્રયત્ન પણ કર્યો.સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે, અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળે ભાગી જાય છે અને ઘાયલને વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે, તો તેને 10 વર્ષની સજા થશે. અને સાત લાખ રૂપિયા દંડ કરવામાં આવશે જેને લઇને ડ્રાઇવરો રોષે ભરાયા છે.રિપોર્ટર : સંજય જયસ્વાલ સંતરામપુર