નડિયાદમાં વેપારી પર પાચ લોકોએ હુમલો કરી લૂંટ ચલાવી.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં વેપારી પર પાચ લોકોએ હુમલો કરી લૂંટ ચલાવી હોવાના બનાવ બન્યો છે
નડિયાદ ડભાણ ભાગોળ વિસ્તારમાં ગઇકાલે વેપારી મિત્રના દીકરાના લગ્ન પાર્ટી પ્લોટમાં જમણવારમાં ગયેલા હતા. જમ્યા પછી સામે આવેલ દુકાનમાં ગયા હતા ત્યારે પાચ લોકોએ હુમલો કરી લૂંટ ચલાવી હોવાના બનાવ બન્યો છે. હુમલાખોરોએ કહ્યું કે તું આમરી વિરુદ્ધમાં ખોટી અરજીઓ કરાવે છે તેમ કહી હથિયારોથી હુમલો કર્યો હતો. અને વેપારીના ખિસ્સામાંથી રોકડ રૂપિયા ૧.૧૯ લાખની લૂંટ ચલાવી પાંચેય લોકો ફરાર થઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નડિયાદમાં ડભાણ ભાગોળ વિસ્તારમાં પ્રજાપતિ વાડી પાસે રહેતા જુનેદખાન અમનખાન પઠાણ પોતે શહેરમાં ગંજબજારમાં ઘંટાકર્ણ કોમ્પ્લેક્સમાં દુકાન ચલાવે છે. તેઓ ગઈકાલે રાત્રિના આશરે નવેક વાગ્યાની આસપાસ મરીડા ભાગોળ આવેલ પાર્ટી પ્લોટમાં મિત્રના દીકરાના લગ્નમાં જમણવારમાં ગયેલા હતા. જ્યાં જમી પરવારી પાર્ટી પ્લોટની સામે કલ્લા ક્રાફટ ટ્રેડર્સમાં બેસેલ ત્યાં મુસ્તકીમભાઈ હાજર હતા જેઓની સાથે હિસાબ કિતાબ હોય જુનેદખાન મુસ્તકીમભાઈ પાસેથી રોકડા રૂપિયા ૧ લાખ ૧૯ હજાર ૪૬૦ મેળવ્યા હતા. ત્યારબાદ ત્યાં આવેલા આરીફભાઈ મલેક, આરીફનો ભાણો શફવાન, આરીફનો સાળો મોઈન, આરીફનો ભાઈ ઈરફાન તેમજ બીજો એક માણસ ના પ્લાસ્ટિકના ડંડા લઈ આવેલા અને જુનેદખાનને કહેવા લાગેલા કે તું અમારા ઉપર ખોટી અરજીઓ કેમ કરાવે છે તેમ કહી જુનેદખાન પર હુમલો કર્યો હતો. બચાવમાં જુનેદખાને ખુરશી ફેંકી હતી. આમ છતાં હુમલાખોરોએ હુમલો કર્યો અને જુનેદખાનના ખીસ્સામા મુકેલા રોકડ રૂપિયાની લૂંટ ચલાવી પાચ લોકો ફરાર થયા હતા. ઘાયલ જુનેદખાનને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવા આવ્યો હતો. જુનેદખાન પઠાણની ફરીયાદના આધારે પોલીસે મારામારી અને લૂંટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.