સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના NSS ની વાર્ષિક શિબિરમાં નિદાન કેમ્પ યોજાયા.
નરેશ ગનવાણી નડિયાદ
સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના NSS ની વાર્ષિક શિબિરમાં નિદાન કેમ્પ યોજાયા.
નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજ NSS ની વાર્ષિક શિબિરમાં વલેટવા ગામમાં શુભ પ્રભાતે નરસિંહ અને મીરાબાઇના ભક્તિપદો સાથે NSS સ્વયંસેવકો પ્રભાતફેરીમાં જોડાયા. ગ્રામસફાઈ બાદ દંત ચિકિત્સા અને હેલ્થ ચેકઅપનુ આયોજન કરાયું હતું. જેમાં ડેન્ટલ કોલેજના પ્રોફેસર ડો. વિનીત અને વિદ્યાર્થીઓ દ્વારા વલેટવા ગ્રામજનોના દાંતની તપાસ કરી યોગ્ય ઉપચાર બતાવવામાં આવ્યાં હતાં તથા દિનશા નર્સિંગ કોલેજનાં ડો. પ્રતિક્ષાબેન અને વિદ્યાર્થીઓ દ્વારા ડાયાબિટીસ, વજન, ઊંચાઈ તથા બ્લડપ્રેશરની તપાસ કરાવવામાં આવી હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો. સરકારી પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા, સુલેખન સ્પર્ધા તથા મેદાની રમતો રમાડવામાં આવી હતી. મધ્યાહન સમયે વ્યસનમુક્ત જીવનશૈલી પર નિવૃત્ત શિક્ષક રામભાઈ પટેલે જ્ઞાનાત્મક વ્યાખ્યાનમાળામાં ઊપસ્થિત રહી વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત રહેવા આહવાન કર્યુ હતું. તદુપરાંત ઝાડને ગેરુ અને ચુનાથી રંગવા તથા ચકલીના માળા બનાવતા ગ્રામજનોને શીખવવું જેવા કાર્ય કરવામાં આવ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમમાં વલેટવા ગામના સરપંચ રાવજીભાઈ સોલંકી, તલાટી ઇન્દ્રજીતસિંહ વાળા, શાળાના આચાર્ય જીગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ વગેરેએ સહકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફીસર ડો. પ્રકાશભાઇ વિછીયા તથા ડો. કલ્પનાબેન ત્રિવેદીએ કર્યુ હતું.