જિલ્લા ન્યાયાલય નડીઆદ દ્વારા વિશ્વ બ્રેઈલી દીન ની ઊજવણી અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો.

નરેશ ગનવાણી નડિયાદ

જિલ્લા ન્યાયાલય નડીઆદ દ્વારા વિશ્વ બ્રેઈલી દીન ની ઊજવણી અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ અંજારીઆની સૂચના અને માર્ગદર્શન અનુસાર ફુલ ટાઈમ સેક્રેટરી  ડી બી. જોષી  નાં નેતૃત્વ હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જે આર. પંડિત  દ્વારા મફત કાનૂની સેવા-સહાય અને શિક્ષણની જાણકારી તમામ નાગરિકો સુધી પહોચે તે હેતુસર જનજાગૃતિ અને પ્રચાર-પ્રસારની સઘન અને અસરકારક કામગીરી થાય તે માટે સમયાંતરે અને નિયમિત રૂપે કાનૂની શિક્ષણનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેનાં ભાગરૂપે તા.૪ જાન્યુઆરી ૨૦૨૪ નાં રોજ  વિશ્વ બ્રેઈલી દીન ની ઉજવણી અંતર્ગત સંતરામ મંદિર નડીઆદનાં સહયોગથી  સંતરામ નેત્ર ચિકિત્સાલય નડીઆદ ખાતે  મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશેની માહિતી આપવાના હેતુસર એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના સુપ્રિન્ટેન્ડેન્ટ  એચ એન. ઠાકર દ્વારા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ  બ્રેઈલ લિપિનાં સર્જક એવા લુઈસ બ્રેઈલનાં માનમાં આજનો  વિશ્વ બ્રેઈલી દીન વિશે તથા પેરા લીગલ વોલન્ટીયર  એમ એમ. પરમાર દ્વારા મફત અને સક્ષમ કાનૂની સહાય વિષય પર વિશેષ સમજ અને જાણકારી આપવામાં આવી હતી.          

    આ કાર્યક્રમ સંતરામ નેત્ર ચિકિત્સાલય નડીઆદનાં મુખ્ય સંચાલક  રમણભાઈ વાળંદ દ્વારા સંતરામ મંદિર નડીઆદનાં આશીર્વાદ અને પરવાનગીથી કરવામાં આવેલ, જેનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ, સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદનાં સુપ્રિન્ટેન્ડેન્ટ નિલેશ ચૌધરી દ્વારા કરવામાં આવેલ, જેમાં સંતરામ નેત્ર ચિકિત્સાલય નડીઆદનાં વહીવટી અધિકારીઓ નચિકેત ઉપાધ્યાય,  જતિન પટેલ, ભુપેન્દ્ર દેસાઈ સહિત કર્મચારીગણ અને સારવાર માટે હાજર રહેલાં નાગરિકો સહિત  કુલ-૨૪૦ વ્યક્તિઓએ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: