મામલતદાર કચેરીમાં ઇવીએમ મશીન સાથે વીવીપીએટ નો ડેમો યોજવામાં આવ્યું.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા મામલતદાર કચેરીમાં ઇવીએમ મશીન સાથે વીવીપીએટ નો ડેમો યોજવામાં આવ્યું
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં ઇવીએમ મશીન નું તેમજ વીવીપીએટ મશીનનું ડેમો કચેરીમાં આવતા તમામ લાભાર્થી ભાઈઓ બહેનોને કરાવવામાં આવ્યું હતું આગામી લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારી રૂપે મામલતદાર કચેરીમાં મશીનોનું ડેમો કરાવવામાં આવ્યું હતું આગામી સમયમાં મતદારોની લોકજાગૃતિ વધે ફતેપુરા મામલતદાર શ્રી એન એસ વસાવા અને અને માસ્ટર ટ્રેનર ઇવીએમ દિનેશભાઈ પટેલ ભાઈઓ બહેનોને ડેમો દ્વારા મતદાન પ્રક્રિયા ની માહિતી આપતા હતા ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ ગાંધીનગર દાહોદ જિલ્લા એસપીસીએ સભ્ય શબ્બીરભાઈ સુનેલવાલા અને ભાઈઓ બહેનો ડેમો નો ઉપયોગ કરતા નજરે પડે છે વધુ મતદાન કરવા માટે મતદારો ની લોકજાગૃતિ વધે તે માટે ચૂંટણી વિભાગ કાર્યરત છે આ ડેમો મામલતદાર કચેરીમાં યોજવામાં આવેલ હતો