ગરબાડામાં કચરા ડેપો પાસે સંજીવની યોજના હેઠળ અપાતી દૂધની થેલીઓ રસ્તા પર ફેંકેલી હાલતમાં જોવા મળી.
વનરાજ ભુરીયા
ગરબાડામાં કચરા ડેપો પાસે સંજીવની યોજના હેઠળ અપાતી દૂધની થેલીઓ રસ્તા પર ફેંકેલી હાલતમાં જોવા મળી; પર ICDS વિભાગની બેદરકારી સામે આવી
.દાહોદ જિલ્લા ICDS શાખાની ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે.દાહોદ જિલ્લામાં કુપોષણ મુક્ત બનાવવાના હેતુથી શરૂ કરાયેલી દૂધ સંજીવની યોજના ના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા છે.આદિવાસી બાળકોને કુપોષણ મુક્ત કરવા માટે સરકાર દ્વારા સંજીવની દુધ યોજના ચલાવવામાં આવે છે જેમાં બાળકોને પૌષ્ટિક અને ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે પરંતુ ગરબાડા તાલુકાના મોટા ભાગના ગામોમાં આંગણવાડીના બાળકો સુધી આ દૂધ પહોચતું નથી દાહોદ જિલ્લાના ગરબાડા માં આંગણવાડી કેન્દ્રો પર બાળકોને અપાતું સંજીવની યોજનાનું દૂધ રસ્તા પર પડેલું જોવા મળ્યું છે ગરબાડામાં કચરા ડેપો પાસે નવાગામ તરફના રોડ ઉપર દૂધની થેલીઓ રસ્તા પર પડેલી મળી આવતા ગરબાડા ICDS ના કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરી સામે ઘણા પ્રશ્નાર્થ થાય છે . દાહોદ જિલ્લામાં કુપોષિત બાળકો માટે ખાસ શરૂ કરેલ છે આ દૂધ સંજીવની યોજનામાં વારંવાર ICDS વિભાગની બેદરકારી સામે આવતી હોય છે ત્યારે એક તરફ સરકાર દૂધ સંજીવની યોજના પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે અને બીજી તરફ ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીના લીધે દૂધ ગરીબ બાળકોના પેટમાં જવાને બદલે રોડ પર જોવા મળે છે.દૂધ સંજીવનીમાં દૂધ પૂરું પાડનારા ખાનગી કોન્ટ્રાક્ટર અને કંપની કે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દૂધ પહોંચાડવામાં આવતું નથી કે કોઈ અન્ય કારણોસર આવી ઘટનાઓ બની રહી છે તેવા પ્રશ્નો સ્થાનિકોના મનમાં ઉદભવ્યા છે.