પતંગના દોરામા ઘાયલ સમડીનુ પક્ષી પ્રેમીએ રેસ્ક્યુ કરી નવું જીવન આપ્યું
નરેશ ગનવાણી નડિયાદ
પતંગના દોરામા ઘાયલ સમડીનુ પક્ષી પ્રેમીએ રેસ્ક્યુ કરી નવું જીવન આપ્યું નડિયાદ શહેરના મંજીપુરામા આવેલ સોસાયટીમાં ગઇ કાલે પતંગના દોરામા ઘાયલ સમડીનુ પક્ષીપ્રેમી દ્વારા રેસ્ક્યુ કરી પક્ષીના શરીર ફરતે વીંટળાયેલો પતંગના દોરાને દૂર કરી નવું જીવન આપ્યું છે.નડિયાદના મંજીપુરા ગામે આવેલ સાંઈ વિલા સોસાયટીમાં શુક્રવારની રાત્રે આઠ વાગ્યાની આસપાસ સોસાયટીના એક મકાનની છત પર ઘાયલ હાલતમાં એક સમડી તરફડીયા મારતું હતું. સમડીના પુરા શરીર અને પાંખો પર પતંગનો દોરો વીંટાઈ ગયો હતો. ઘટનાની જાણ પક્ષીપ્રેમી સાગર ચૌહાણ, નિર્સગભાઈ અને અભિષેકને થતાં તેઓએ મહામુસીબતે આ પક્ષીને રેસ્ક્યુ કરી પતંગનો દોરો દૂર કરીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ પક્ષી પ્રેમીઓએ ખાસ ઉત્તરાયણના તહેવારને લઈને લોકોને અપીલ કરી છે કે સવારે અને સાંજે પતંગ ન ચગાવો કારણ કે આ સમય પક્ષીઓના વિહારનો હોય છે. અને જો કોઈ પક્ષી ઘાયલ દેખાય તો નજીકના વેનેટરી ડોક્ટરનો સંપર્ક કરો અથવા તો પક્ષીપ્રેમીઓ તેમજ આને લગતી કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાનો સંપર્ક કરવા જણાવાયું છે.