મહિલાને એસટી બસે અડફેટે લેતાં ગંભીર ઇજાઓ, અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો.

નરેશ ગનવાણી નડિયાદ

મહિલાને એસટી બસે અડફેટે લેતાં ગંભીર ઇજાઓ, અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો

નડિયાદ બસ સ્ટેન્ડ પાસે રોડ ક્રોસ કરતી મહિલાને એસટી બસે અડફેટે લેતાં પગ ગુમાવવો પડે તેવી નોબત, નડિયાદ બસ સ્ટેન્ડની બહાર જ રોડ પર ઘટના બનતા બસ‌ સ્ટેશની બંન્ને બાજુએ રોડ પર ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો  લગભગ અડધો કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.  નડિયાદમાં શનીવારના રોજ બપોરે કરજણ ડેપોની બસ કરજણ-સુરેન્દ્રનગર-મોરબી બસ સ્ટેન્ડમાં આવી રહી હતી ત્યારે બસ સ્ટેન્ડના પ્રવેશ દ્વાર પાસે જ રોડ ક્રોસ કરતી મહિલાને બસે અડફેટે લીધી હતી. જેના કારણે  મહિલાનો એક પગ આગળના વ્હિલમા આવી જતાં પગ કચડાઈ ગયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતાં. અને  એમ્બ્યુલન્સને જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે આ અકસ્માતમાં મહિલાનો જીવ બચી ગયો છે પરંતુ પગ ગુમાવવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બસના એન્ટ્રસ ગેટ પર જ ઘટના બનતા અન્ય બસો અંદર ન આવી શકતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો. સંતરામ રોડ સુધી અને આ બાજુ સરદારના સ્ટેચ્યુ સુધી લગભગ ત્રીસ મિનિટ સુધી ટ્રાફિક જામ થયો હતો. બપોરનો સમય હોવાથી ટ્રાફિક પોલીસ પણ ન હતાં જોકે ઘટના બાદ પોલીસ  આવ્યા સુધી અને તે બાદ અહીયાના રીક્ષા ચાલકોએ જ  ટ્રાફિકને હળવો કર્યો હતો. અકસ્માત સમયે પ્રત્યક્ષ જોનાર રીક્ષા ચાલકોએ જણાવ્યું કે  મહિલા રોડ ક્રોસ કરી રહી હતી તે વખતે બસનો ચાલક મોબાઈલ ફોનમાં વાત કરતા કરતા ડ્રાઈવીગ કરતા હોવાનું જણાવ્યું છે. બસ સ્ટેન્ડમાં ખાડા હોવા છતાં પણ અમૂક બસ ચાલકો મનફાવે તે રીતે બસો ચલાવતા હોય છે અને ક્યારેક મુસાફરોના પણ જીવ જોખમાય છે. તંત્ર દ્વારા આવા બસના ચાલકોને વોર્નીગ નોટીસ આપવામાં આવે તેવી માંગ પણ મુસાફરો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: