નડિયાદની ટી.જે. કોલેજમાં એકાઉન્ટીંગ ટેલેન્ટનું આયોજન કરવામાં આવ્યું.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદની ટી.જે. કોલેજમાં એકાઉન્ટીંગ ટેલેન્ટનું આયોજન કરવામાં આવ્યું નડિયાદની ટી. જે. પટેલ કોમર્સ કોલેજ, અંગ્રેજી માધ્યમ ધ્વારા સમગ્ર ખેડા જીલ્લાની શાળાઓ માટે દર વર્ષે નિયમિત એકાઉન્ટીંગ ટેલેન્ટનું આયોજનકરે છે. ચાલુ વર્ષે ૨૦૨૪ માં પણ રવિવા૨ સવારે ૧૦ થી ૧૧ દરમ્યાન આ ભવ્ય કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ.આજનાં હરીફાઈ યુગમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે અનુભવ તેમજ તૈયારીની જરૂરપડે છે. વિદ્યાર્થીઓને અગાઉથી જ સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ થાય તે ધ્યાનમાં રાખતા આ સમગ્ર આયોજન કરવામાં આવેલ. જેમાં સમગ્ર ખેડા જીલ્લાનાં નડિયાદ, મહેમદાવાદ,સલુણ, અલિન્દા વિગેરે ગામનાં કુલ ૩૦ શાળાઓનાં ૫૫૫ વિદ્યાર્થીઓ ભાગ લીધેલ. પરીક્ષામાં કોમર્સનાં અભ્યાસક્રમનાં કુલ ૪૦ MCQ પૂછવામાં આવેલ, તથા વિજેતા વિદ્યાર્થીને રોક્ડ ઈનામો, સર્ટીફીકેટ તેમજ ટ્રોફી મળશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. સમગ્ર કોલેજ પરિસરને આ પ્રસંગે ધ્વજ તેમજ સુશોભન સામગ્રી થી શણગારવામાં આવેલ. વિદ્યાર્થીઓનું અંતિમ પરિણામ કોલેજની વેબસાઈટ ઉપર પ્રદર્શિત થશે તેની જાહેરાત પણ કરવામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજનાં વિદ્યાર્થીઓ ધ્વારા કરવામાં આવેલ જેમાં કોલેજનાં પ્રાધ્યાપક ડો.જયરાજ પી શાહ નો સહયોગ રહયો હતો. કોલેજનાં અન્ય પ્રાધ્યપકો ધ્વારા વિવિધ ભૂમિકાઓ નિભાવવામાં આવી હતી. આ કાર્યક્રમ કોલેજનાં કા. આચાર્ય ડો. મહેશભાઈ દવેનાં માર્ગદર્શન માં કરવામાં આવેલ.

