પરિણીતાને મોપેડ અને કારની માંગણી કરતા સાસરિયાઓ સામે ફરીયાદ નોધાઇ.
નરેશ ગનવાણી નડિયાદ
પરિણીતાને મોપેડ અને કારની માંગણી કરતા સાસરિયાઓ સામે ફરીયાદ નોધાઇ
મહુધા તાલુકાની પરિણીતા સાથે સાસરીયાઓ કરિયાવરમાં કશુ આપ્યુ નથી કહી મોપેડ અને કારની માંગણી કરતા હતા. વળી ઘરની બહાર જવા ન દઇ ત્રાસ આપતા હતા. આ બનાવ અંગે પરિણીતાએ મહુધા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. મહુધા તાલુકાના ગામમાં રહેતા યુવતીના બે વર્ષ અગાઉ ભાવનગરના કુભારવાડામાં રહેતા ગુલામ ગોસ શેખ સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન પરિણીતાએ સંતાનમાં એક દિકરીને જન્મ આપ્યો હતો. દરમિયાન પરિણીતાના પતિ, સાસુ, સસરા અને નણંદ શારીરિક માનસિક ત્રાસ આપી ઘરની બહાર જવા દેતા ન હતા. વળી આ અંગે જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખવાની સાસરીયાઓ ધમકી આપતા હતા. તેમજ કરિયાવરમાં કશુ આપ્યું ન હોવાનું કહી મોપેડ અને કાર લઇ આવાની માંગણી કરતા હતા. જેથી પરિણીતા પિયરમાં આવતા રહ્યા હતા. ત્યારબાદ સાસરીયાઓ કોઇ તેડવા ન આવતા પરિણીતાએ મહુધા કોર્ટમાં કેસ કરી મહુધા પોલીસમાં પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ગુનો નોધાવ્યો છે.
