નડિયાદ શહેરમાં યુવતીના ગળામાં ચાઇનીઝ દોરી ફસાઈ જતાં મોત નિપજ્યું.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ શહેરમાં યુવતીના ગળામાં ચાઇનીઝ દોરી ફસાઈ જતાં મોત નિપજ્યું

નડિયાદ શહેરમાં રહેતી એક યુવતીનું ચાઇનીઝ દોરીથી ગળાના ભાગે થયેલી ગંભીર ઇજાને કારણે મોત થયું હતું. ઇજાગ્રસ્ત યુવતીને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.નડિયાદમાં સોમવારે સાંજે વાણિયાવાડ થી એકટીવા લઇને ધરે જઇ રહેલી ૨૫ વર્ષની યુવતી ફતેપુરા રોડ પર અચાનક ગળાના ભાગે દોરી ફસાઈ ગઈ હતી દોરી ફસાઈ જવાના કારણે યુવતી સ્થળ પર જ એકટીવા પરથી પટકાઈ હતી. ઘટનામાં યુવતીના ગળામાં દોઢ ઇંચ ઉંડો ખાડો પડી જતા વધુ સંખ્યામાં લોહી વહી ગયું હતું.આ ધટનાની જાણ થતાં પરિવારજનો આવી ગયા હતા અને તુરંત  સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલાં જ મયુરીબેનનું મોત થયું હતું. નોંધનીય બાબત છે કે ૨૫ વર્ષે યુવતી ની તાજેતરમાં જ સગાઈ થઈ હતી જેનું આગામી દિવસોમાં લગ્ન પણ હતું. પરંતુ દુર્ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!