ફતેપુરા પોલીસે ઉતરાયણ પર્વ ને લઈ ચાઇનીસ દોરી કે તુક્કલ ના વેચાણ અંગે ની તપાસ હાથ ધરી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા પોલીસે ઉતરાયણ પર્વ ને લઈ ચાઇનીસ દોરી કે તુક્કલ ના વેચાણ અંગે ની તપાસ હાથ ધરી
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ઉતરાયણ પર્વને લઇ ચાઈનીઝ દોરી કે તુક્કલના વહેંચાણ કે ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું તેમછતાં છાને ખૂણે એકલદોકલ વેપારીઓ પ્રતિબંધિત દોરી અને તુક્કલનું વહેંચાણ કરતા હોય છે, જેને લઇ ફતેપુરા પોલીસ દ્વારા આજે ફતેપુરા બજારમાં ચાઇનીસ દોરી કે તુક્કલ ના વેચાણ ને લઈ પતંગ દોરી ના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓ ને ત્યાં આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું.પોલીસ સ્ટાફ ની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાતા પતંગ દોરી ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ ઘડીભર માટે ફફડાટ વ્યાપી જવા ગયો હતો. ત્યારે ઉપસ્થિત ટીમના અધિકારીઓએ પતંગ દોરી ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓપ્રતિબંધિત ચાઇનીઝ દોરી નું વેચાણ ન કરવા અપીલ કરી હતી ને વેપારીઓ ને ચાઇનીસ દોરી અને તુલ્લક ન વેચવા માટે સૂચના આપી હતી.