નડિયાદની યુવતીએ પતંગની દોરીથી બચવા વિનામૂલ્યે વાહન ચાલકોને બેલ્ટનુ વિતરણ કર્યુ.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદની યુવતીએ પતંગની દોરીથી બચવા વિનામૂલ્યે વાહન ચાલકોને બેલ્ટનુ વિતરણ કર્યુ
નડિયાદમાં બે દિવસ અગાઉ યુવતીનો પતંગના દોરાથી ગળુ કપાતા તેણીનો જીવ ગયા બાદ વાહનચાલકો સર્તક અને સાવચેત બન્યા છે. નડિયાદના મંજીપુરામા રહેતી યુવતીએ ગળાના રક્ષણ માટે એક બ્લેટ તૈયાર કર્યો છે. જે વિનામૂલ્યે વાહનચાલકોને અપાવવામાં આવ્યા હતા.
નડિયાદના મંજીપુરા ગામની યુવતી અંકીતા પટેલ ભૂતકાળમાં ઉત્તરાયણ સમયમાં અને તાજેતરમાં નડિયાદની યુવતીનુ પતંગના ઘાતક દોરાથી ગળુ કપાયાની ઘટના બાદ અંકીતા પટેલે કેનવાશનો પટ્ટો તૈયાર કર્યો છે. જે ગળાના ભાગે લગાવવાથી ગળુ સુરક્ષિત રહે છે. ઉત્તરાયણ પહેલા જ ઘણાના પતંગના દોરાથી ગળા કપાયા છે. જેના કારણે આ યુવતીએ માનવ જાતિને બચાવવા બ્લેટ તૈયાર કર્યો છે. ખાસ ટુવ્હિલર વાહન ચલાવતી વખતે બ્લેટ બાંધીએ તો મોટી જાનહાનિ થતાં અટકે છે.
અંકીતા પટેલ એ જણાવ્યું કે મે ગયા વર્ષે અને હમણાં જ પતંગના દોરાથી એક યુવતીને દમ તોડતા જોઈ છે. ત્યારબાદ મને વિચાર આવતા મે મારી જાતે સિવીને આ બ્લેટ તૈયાર કર્યા છે.જે નડિયાદ ટ્રાફિક પીએસઆઇ વી.એ.શેખ તેમજ તેમનો સ્ટાફ અને નચીકેતભાઈ, ધ્રુહિત પ્રજાપતિ, ગૌરાંગ પ્રજાપતિ, સુજલ, કાર્તિક, દર્શીલ કંસારા વિગેરે લોકો હાજર રહી મહાગુજરાત પાસે જ અંદાજીત ૭૫ બ્લેટ વાહનચાલકોને આપવામાં આવ્યા હતા.

