નડિયાદ શહેરના પોશ વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાથી પ્રજા પરેશાન.
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ શહેરના પોશ વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાથી પ્રજા પરેશાન થઇ રહી છે
નડિયાદ શહેરના વાણિયાવાડ નજીક ઉભરાતી ગટરના પાણી માર્ગ પર ફરી વળતાં શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.નડિયાદ શહેરના કોલેજ રોડ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર નજીક ઉભરાતી ગટરના પાણી માર્ગ ઉપર ફરી વળતાં વાહનલચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સિગ્નલ બંધ હોય તે સમયે માર્ગ પર વાહનોની લાઇન લાગે છે.તેવા સમયે ચાલતાં પસાર થવામાં રાહદારીઓને મુશ્કેલી પડે છે. તંત્ર દ્વારા ગટરની કામગીરી કરવામાં આવી હતી પરંતુ હજી સ્થિતીમાં કોઇ બદલાવ આવ્યો નથી. જેને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
