નડિયાદની કોલેજમાં ૧૮ વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવ્યું.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદની કોલેજમાં ૧૮ વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવ્યું.
સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત યુવા મતદાતા મતદાનનું મહત્વ કાર્યક્રમ અંતર્ગત જે.એન્ડ જે.કોલેજ ઓફ સાયન્સ નડિયાદ ખાતે ૧૮ વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ જે નવા મતદાતા છે તેઓને મતદાનનું મહત્વ સમજાવ્યું અને સૌને આગામી ચુંટણીમાં ફરજિયાત મતદાન કરવા અપીલ કરી હતી વિદ્યાર્થીઓ સાથે કોલેજના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા.આ કાર્યક્રમ ખાતે શહેર સંગઠન પ્રમુખ તેજસભાઈ, કોલેજના પ્રિન્સિપાલ અલ્પેશભાઈ, યુવા મોરચા પ્રમુખ હિતરાજભાઈ, મહામંત્રી નીલેશભાઈ, કાઉન્સિલર શિલ્પનભાઈ, સંગઠન મંત્રી દર્શનભાઈ, બક્ષીપંચ મોરચા પ્રમુખ કુલદીપભાઈ મહામંત્રી કમલેશભાઈ, યુવા મોરચા અને સંગઠનના પદાધિકારીઓ, અગ્રણી કાર્યકર્તાઓ, કોલેજના પ્રોફેસર્સ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.