3કૃષિ મહોત્સવ અન્વયે લાભાર્થી ખેડુતોને પ્રશસ્તિપત્રો અને સહાય હુકમોનું વિતરણ કરાયુ.
ખેડા તાલુકાના પટેલ વાડી મુકામે ખેડા સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આત્મા પ્રોજેકટ, ખેડા દ્વારા કૃષિ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂત મિત્રો માટે સતત કાળજી લઇ રહી છે અને તેઓની આવક બમણી કરવાના નિર્ધાર સાથે કામ કરી રહી છે. હાલમાં દેશમાં ૧૨.૫ કરોડ ખેડૂત મિત્રોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે દર વર્ષે રૂા. ૬ હજાર ની સહાય સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી રહી છે. તેમજ ખેડૂત મિત્રો સરળતાથી ખેતી કરીને વધુ ઉપજ મેળવી શકે તે માટે સતત નિષણાંત વૈજ્ઞાનિકોની મદદથી નવા નવા સંશોધનો સરકાર કરી રહી છે. છેલ્લા દસકામાં ખેડૂત મિત્રોની સામાજીક અને આર્થિક પરિસ્થિતમાં ખુબ જ સુધારો જોવા મળ્યો છે. ૧૯૬૦માં દેશની અનાજની માંગને પહોંચી વળવા અન્ય દેશમાંથી અનાજની આયાત કરવી પડતી હતી. જેના કારણે ૧૯૬૦ની હરીયાળી ક્રાંતિ થી દેશની જળ, જમીન અને પર્યાવરણને થયેલ નુકશાન આગળ વધે નહી અને નદી-નાળાનું પાણી શુધ્ધ થાય, જમીનની ફળદ્રુપતા પહેલા જેવી થાય તેમજ પર્યાવરણનું જતન થાય તેની કાળજી રાખી ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સતત કાળજી રાખી રહી છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોની ખેત પેદાશો વધવાની સાથે સાથે દેશમાં પશુપાલન ઉદ્યોગને પણ વેગ મળ્યો છે. અમદાવાદ ઝોનના જોઇન્ટ ડાયરેકટર નિતિનભાઇ શુકલે જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે તેવી ખેત પધ્ધતિ ઉપર ભાર મૂકી તેવી પ્રાકૃતિક ખેતી અપનાવવા જણાવ્યું હતું. આ પ્રસંગે સફળ ખેડૂત શિવમ પટેલે તેઓને પ્રાકૃતિક ખેતીથી થયેલ ફાયદાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. તેઓએ ઉપસ્થિત ખેડૂત મિત્રોને પોતાની પાસે ઉપલબ્ધ ખેતીની જમીનમાં સંપૂર્ણ નહિ પરંતુ પ્રાયોગિક ધોરણે થોડી જમીનમાં પણ પ્રાકૃતિક ખેત પધ્ધતિ અપનાવવા અપીલ કરી હતી. જ્યારે નવાગામ કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક એમ.બી. પરમાર અને દેથીલીના કૃષિ વૈજ્ઞાનિક કલ્પેશભાઇએ ખેતીની માટેની અવનવી જાતના પાકોની જાણકારી આપી હતી. આ પ્રસંગે માતરના ધારાસભ્ય કલ્પેશભાઇ પરમાર, જિલ્લા સમાહર્તા કે.એલ.બચાણી, આસી. કલેકટર ડો. અંચુ વિલ્સન(આઇએએસ), પ્રાંત અધિકારી ડો. દિનતા કથીરીઆ, ખેડા તા.પંના કારોબારી ચેરમેન ખોડાભાઇ પરમાર, બકુલભાઇ પટેલ, કૃષિ સંશોધન કેન્દ્ર અને વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, લાઇન વિભાગના અધિકારીઓ અને કર્મીઓ, તથા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતમિત્રોની કૃષિ ઉત્પાદનના વેચાણ માટેના સ્ટોર્સ તથા કૃષિને લગતા સાધનોના સ્ટોર્સનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતુ જેની મંત્રીએ, ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂત મિત્રોએ મુલાકાત લીધી હતી.
નરેશ ગનવાણી નડિયાદ
કૃષિ મહોત્સવ અન્વયે લાભાર્થી ખેડુતોને પ્રશસ્તિપત્રો અને સહાય હુકમોનું વિતરણ કરવામાં આવ્યું
ખેડા તાલુકાના પટેલ વાડી મુકામે ખેડા સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આત્મા પ્રોજેકટ, ખેડા દ્વારા કૃષિ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂત મિત્રો માટે સતત કાળજી લઇ રહી છે અને તેઓની આવક બમણી કરવાના નિર્ધાર સાથે કામ કરી રહી છે. હાલમાં દેશમાં ૧૨.૫ કરોડ ખેડૂત મિત્રોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે દર વર્ષે રૂા. ૬ હજાર ની સહાય સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી રહી છે. તેમજ ખેડૂત મિત્રો સરળતાથી ખેતી કરીને વધુ ઉપજ મેળવી શકે તે માટે સતત નિષણાંત વૈજ્ઞાનિકોની મદદથી નવા નવા સંશોધનો સરકાર કરી રહી છે. છેલ્લા દસકામાં ખેડૂત મિત્રોની સામાજીક અને આર્થિક પરિસ્થિતમાં ખુબ જ સુધારો જોવા મળ્યો છે. ૧૯૬૦માં દેશની અનાજની માંગને પહોંચી વળવા અન્ય દેશમાંથી અનાજની આયાત કરવી પડતી હતી. જેના કારણે ૧૯૬૦ની હરીયાળી ક્રાંતિ થી દેશની જળ, જમીન અને પર્યાવરણને થયેલ નુકશાન આગળ વધે નહી અને નદી-નાળાનું પાણી શુધ્ધ થાય, જમીનની ફળદ્રુપતા પહેલા જેવી થાય તેમજ પર્યાવરણનું જતન થાય તેની કાળજી રાખી ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સતત કાળજી રાખી રહી છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોની ખેત પેદાશો વધવાની સાથે સાથે દેશમાં પશુપાલન ઉદ્યોગને પણ વેગ મળ્યો છે. અમદાવાદ ઝોનના જોઇન્ટ ડાયરેકટર નિતિનભાઇ શુકલે જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે તેવી ખેત પધ્ધતિ ઉપર ભાર મૂકી તેવી પ્રાકૃતિક ખેતી અપનાવવા જણાવ્યું હતું. આ પ્રસંગે સફળ ખેડૂત શિવમ પટેલે તેઓને પ્રાકૃતિક ખેતીથી થયેલ ફાયદાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. તેઓએ ઉપસ્થિત ખેડૂત મિત્રોને પોતાની પાસે ઉપલબ્ધ ખેતીની જમીનમાં સંપૂર્ણ નહિ પરંતુ પ્રાયોગિક ધોરણે થોડી જમીનમાં પણ પ્રાકૃતિક ખેત પધ્ધતિ અપનાવવા અપીલ કરી હતી. જ્યારે નવાગામ કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક એમ.બી. પરમાર અને દેથીલીના કૃષિ વૈજ્ઞાનિક કલ્પેશભાઇએ ખેતીની માટેની અવનવી જાતના પાકોની જાણકારી આપી હતી. આ પ્રસંગે માતરના ધારાસભ્ય કલ્પેશભાઇ પરમાર, જિલ્લા સમાહર્તા કે.એલ.બચાણી, આસી. કલેકટર ડો. અંચુ વિલ્સન(આઇએએસ), પ્રાંત અધિકારી ડો. દિનતા કથીરીઆ, ખેડા તા.પંના કારોબારી ચેરમેન ખોડાભાઇ પરમાર, બકુલભાઇ પટેલ, કૃષિ સંશોધન કેન્દ્ર અને વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, લાઇન વિભાગના અધિકારીઓ અને કર્મીઓ, તથા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતમિત્રોની કૃષિ ઉત્પાદનના વેચાણ માટેના સ્ટોર્સ તથા કૃષિને લગતા સાધનોના સ્ટોર્સનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતુ જેની મંત્રીએ, ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂત મિત્રોએ મુલાકાત લીધી હતી.