ઝાલોદ નગરની રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા નગરના પ્રસૂતિ ગૃહની મુલાકાત કરી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ નગરની રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા નગરના પ્રસૂતિ ગૃહની મુલાકાત કરી.
જીજાબાઇના જીવન વિશે માહિતી આપવામા આવી શિવાજી મહારાજને છત્રપતિ શિવાજી બનાવનાર સાહસી રાજમાતા જીજાબાઈ વિષે માહિતી આપવામાં આવી ઝાલોદ નગરની રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા આજરોજ 12-01-2024 ના રોજ મહાન રાજમાતા અને છત્રપતિ શિવાજી મહારાજને જન્મ આપનાર જીજાબાઈના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિર અને સાહસી જીજાબાઈ એ મોગલ સામ્રાજ્યને ખત્મ કરવા શિવાજી જેવા પુત્રને જન્મ આપ્યો, જન્મથી જ જીજાબાઈ એ શિવાજીને વિરતાના લક્ષણો આપ્યાં હતાં. જીજાબાઈ એ સમાજને કલંકિત એવા સતી પ્રથાને નાબૂદ કરવાં તેમજ કુરિવાજો દૂર કરવા શિવાજીને સતત પ્રેરણા આપતા હતા. શિવાજી એ માતા જીજાબાઈ પાસે વીરતાના શિક્ષણ થકી તલવાર પ્રસાદમાં લીધી હતી. ત્યારબાદ શિવાજી મહારાજે ધીરે ધીરે પોતાના વીરતાના સથવારે અને રાજમાતા જીજાબાઈના મોગલ સામ્રાજ્ય ખત્મ કરવાના સપના પૂરા કરવા લાગ્યા. આવા મહાન રાજમાતા જીજાબાઇ વિશે નગરની રાષ્ટ્ર સેવા સમિતિની બહેનો દ્વારા નગરની પ્રસૂતિ ગૃહની બહેનોની મુલાકાત કરી હતી. પ્રસૂતિ ગૃહની દરેક બહેનો પોતે રાજમાતા જીજાબાઈ જેવુ સાહસી જીવન જીવે અને આવનાર સંતાનને શિવાજી જેવા મહાન બનાવે તેવી પ્રેરણા રાષ્ટ્ર સેવિકાની બહેનોએ પ્રસૂતિ ગૃહની બહેનોને આપી હતી.
રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા જીજામાતાની જન્મ જયંતી નિમિત્તે ઝાલોદ નગરના મુખ્ય પ્રસૂતિ ગૃહોમાં જીજામતા અને શિવાજી મહારાજનો ફોટો આપવામાં આવ્યો હતો જે થકી આજની માતા આ ફોટો જોઇ પોતે જીજાબાઈ બની પોતાના આવનાર બાળકનું લાલન પોષણ શિવાજી જેવું બનાવે તે માટે રાષ્ટ્ર સેવા સમિતિની બહેનો દ્વારા ઝાલોદ સબ જિલ્લા હોસ્પિટલ,મહિપ હોસ્પિટલ,ઈશાન વુમન્સ હોસ્પિટલ અને પૂજા હોસ્પિટલના પ્રસૂતિ ગૃહોમાં જઈ બહેનોને જીજાબાઈનો ફોટો આપી મુલાકાત કરી હતી તેમજ જીજાબાઇ અને શિવાજી મહારાજ વિશે સુંદર વક્તવ્ય આપી મહિલાઓ ને માહીતગાર કર્યા હતા.