દાહોદ રોજગાર કચેરી દ્વારા નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે નિવાસી તાલીમ પુર્વેની ઉમેદવારોની ફીઝકલ ચકાસણી (પ્રી સ્ક્રુટીની) કરવામા આવશે.
અજય સાંસી
દાહોદ રોજગાર કચેરી દ્વારા નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે નિવાસી તાલીમ પુર્વેની ઉમેદવારોની ફીઝકલ ચકાસણી (પ્રી સ્ક્રુટીની) કરવામા આવશે.
જીલ્લા રોજગાર કચેરી, દાહોદ દ્વારા લશ્કરી (અગ્નીવીર )ભરતી પુર્વેની ૩૦ દિવસની ૩૦ ઉમેદવારો માટેની ફ્રી નિવાસી તાલીમ યોજવામા આવનાર છે. ફ્રી નિવાસી તાલીમમા જોડાવા માંગતા ૧૭.૫ થી ૨૦ વર્ષની ઉંમર ધરાવતા અપરણીત પુરુષ ઉમેદવારોની નવજીવન કોલેજ ગ્રાઉન્ડ દાહોદ ખાતે તા ૧૬.૧.૨૦૨૪ ના સવારે ૮.૦૦ વાગે શારીરિક યોગ્યતા (દોડ,ઉંચાઈ,છાતી,વજન, વગેરે ) ચકાસણી (પ્રી સ્ક્રુટીની ) કરવામા આવનાર છે. આ સ્ક્રુટીનીમા રોજગાર કચેરીને નિવાસી તાલીમ માટે અરજી કરેલ તમામ ઉમેદવારો હાજર રહી શકશે .દોડવા માટે સુઝ ફરજીયાત પહેરીને આવવાનુ રહેશે ,તેમજ ઉમેદવારોએ આધાર કાર્ડ,એલ.સી,બેંક પાસ બુક , ડોમીસાઈલ સર્ટિફિકેટ,જાતી પ્રમાણપત્ર ( અનામત કેટેગરી હોય તો)ની નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવાનુ રહેશે .જે ઉમેદવારોને હ્રદયની બિમારી કે અન્ય ગંભીર બીમારી હોય તેવા ઉમેદવારોએ હાજર રહેવુ નહી .પ્રી સ્ક્રુટીનીમા સફળ થનાર ઉમેદવારનુ મેડીકલ કરાવીને વાલીની સંમતી મેળવીને જાન્યુઆરી માસમા ૩૦ દિવસની ફ્રી નિવાસી (રેસીડેન્શીયલ)તાલીમમા પ્રવેશ આપવામા આવશે. જે ઉમેદવારોએ ફ્રી નિવાસી તાલીમ માટેનુ ફોર્મ ભરેલ નથી તેઓને ફોર્મ ભરવા માટે તેમજ તાલીમ અને પ્રી સ્ક્રુટીની અંગેની વધુ માહીતી માટે જીલ્લા રોજગાર કચેરીની કચેરી,ત્રીજો માળ,જીલ્લા સેવાસદન,છાપરી દાહોદનો સંપર્ક કરવા દાહોદના રોજગાર અધિકારીની યાદીમા જણાવેલ છે.