ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામના યુવાનનુ અજાણ્યા વાહન ચાલકે એક્સિડન્ટ કરી મોત નિપજાવ્યું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામના યુવાનનુ અજાણ્યા વાહન ચાલકે એક્સિડન્ટ કરી મોત નિપજાવ્યું
તારીખ 13-01-2024 શનિવારના રોજ અંદાજીત રાત્રીના 8 વાગ્યાની આસપાસ કૃષ્નારાજ GJ-20AD-9510 નાની લઈને લીમડી થી ચાકલિયા તરફ આવતો હતો તે દરમિયાન બોરસદ ફળિયામાં આવતા કોઈ પૂરપાટ દોડતા અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા તેને સ્થળ પર શરીરના વિવિધ ભાગો પર ગંભીર ઇજા થઇ હતી ત્યારબાદ પેથાપુર હોસ્પિટલના ડોક્ટર દ્વારા એક્સિડન્ટ થયેલ વાહન ચાલક કૃષ્ણરાજનું મોત થયેલ જણાવેલ હતું. આમ કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા કૃષ્ણરાજના વાહનને ટક્કર મારી વાહનને નુકશાન કરી તેમજ વાહન ચાલકનું મોત નિપજાવી નાસી ગયેલ છે તે અંગે તેના પરિવાર જનો દ્વારા ચાકલીયા પોલિસ મથકે અજાણ્યા વાહન ચાલક પર ફરિયાદી દાખલ કરવામાં આવેલ છે.