નગરના કારસેવક શહિદ રાજેશ સોનીને સાચી શ્રધ્ધાંજલી આપવા નગરના યુવાઓમા જોવાતો અનેરો ઉત્સાહ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અન્વયે મારું ઝાલોદ નગર અયોધ્યા ધામ અંતર્ગત વિવિધ ધાર્મિક પ્રોગ્રામનું આયોજન
નગરના કારસેવક શહિદ રાજેશ સોનીને સાચી શ્રધ્ધાંજલી આપવા નગરના યુવાઓમા જોવાતો અનેરો ઉત્સાહ
ઝાલોદ નગર આઝાદીના આંદોલન હોય કે નવનિર્માણ આંદોલન હોય કે રામ જન્મભૂમીના આંદોલનમાં સદા અગ્રેસર જ રહ્યું છે .હાલ સર્વત્ર અયોધ્યા રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશ અને દુનિયામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સને ૧૯૯૨ માં અયોધ્યાની કારસેવામાં પણ ઝાલોદનો નવલોહીયો યુવાન રાજેશ રમણલાલ સોની કારસેવા દરમ્યાન વીરગતિ પામ્યો હતો .ઝાલોદના લુહારવાડામાં રહેતા અને સરકારના જમીન સંરક્ષણ ખાતામાં નોકરી કરતા સામાન્ય પરિવાર રમણલાલ જાદવલાલ સોનીના કુલ બે દીકરી અને ત્રણ દીકરા પૈકી ત્રીજા નંબરે માતા સરોજબેન સોનીની કુખે ૨૫મી ડિસેમ્બર ૧૯૭૪ ના રોજ જન્મેલ રાજેશ વિદ્યાર્થીકાળથી જ રા.સ્વ.સંઘ ની શાખાનો સ્વયં સેવક હતો .
સરળ સ્વાભાવ અને સૌને સહાયરૂપ બનવાના સ્વાભાવને કારણે રાજેશ ગામમાં “ભોંજી ‘ના હુલામણા નામ થી સૌને પ્રિય હતો ..ધોરણ -૧૦ ની પરીક્ષા આપ્યા પછી રાજેશ સ્થાનિક પ્રેસમાં છૂટક કામ કરતો હતો ..સને ૧૯૯૨ માં અયોધ્યા ખાતે કારસેવા નું આંદોલનમાં ઝાલોદ થી સ્થાનિક અગ્રણીઓ હર્ષદભાઈ મહેતા ,જીતેન્દ્રભાઈ દરજી ,અને ગજેન્દ્રભાઈ પંચાલ ની ટીમ તારીખ ૧ ડિસેમ્બરની સાંજે અયોધ્યા ખાતે જવાના હોઈ તેમની વિદાય માટે દાહોદ રેલવે સ્ટેશન પર સ્થાનિક કાર્યકર્તા ઓની ટીમ ગઈ હતી ,આજ ટીમની સાથે રાજેશ પણ દાહોદ ગયો હતો અને દાહોદ રેલવે સ્ટેશનનો રામમય માહોલ જોઈને રાજેશે અયોધ્યા ખાતે જવાની ઈચ્છા વ્યક્ત કરતા સ્થાનિક કાર્યકરો દ્વારા પરિવારની સહમતી લઈને જરૂરી કાર્યવાહી કરીને મિત્રોના આર્થિક સહયોગ થકી રાજેશ પણ ઝાલોદ નગરની કારસેવકની ટીમમાં ચોથા કારસેવક અયોધ્યા જવા રવાના થયો હતો.
બાદમાં ૬ઠી ડિસેમ્બર ના રોજ સાંજના સમયે સ્થાનિક કાર્યકરોને રાજેશ સોનીએ કારસેવા દરમ્યાન દીવાલ ધસી પડતા પ્રાણ ગુમાવ્યાના સમાચાર મળ્યા હતા….તે સમયે દુરસંચારની વ્યવસ્થાઓ આજના જેટલી ઝડપી ન હોવાથી મળેલ સમાચારની ખાત્રી કરવામાં આખા દિવસનો સમય પસાર થઈ ગયો હતો અને મોડી રાત્રીના ખાત્રી થતાની સાથે સ્થાનિક કાર્યકરોએ વી.હી.પ ના રાજ્યના અને કેન્દ્રના નેતૃત્વ પાસે રાજેશના પાર્થિવ શરીરને ઝાલોદ લાવીને વતનમાં જ અંતિમ સંસ્કાર કરવાની માંગણી મૂકી હતી .અનેક મથામણ બાદ રોડ માર્ગે એમ્બ્યુલન્સ દ્વારા રાજેસના પાર્થિવ શરીર ને ઝાલોદ લાવવાનું નક્કી થયું ….અયોધ્યા થી ઝાલોદ આવવામાં લગભગ બે દિવસ થવાના હોઈ રાજેસના પાર્થિવ દેહને ઝાલોદ અંતિમ સંસ્કાર માટે લાવવાના સમાચાર સમગ્ર રાજ્યમાં પ્રસરી જતા જ્યારે રાજેસનું પાર્થિવ શરીરને લઈને કાફલો ઝાલોદમાં આવ્યો ત્યારે તો રાજેસના અંતિમ દર્શન માટે લોકસાગર ઝાલોદમાં ઉમટી પડ્યો અને કીડીયારની જેમ માનવ મહેરામણ ઉભરાયું જે ઘટના ઝાલોદના ઇતિહાસમાં રાજેસની અંતિમયાત્રા નો દિવસ સોનેરી અક્ષરે અંકિત થઈ ગયો અને રાજેશ સોનીનું નામ શ્રીરામ જન્મભૂમી આંદોલનમાં હુતાત્મા તરીકે સોનેરી અક્ષરે અંકિત થઈ ગયું .રાજેશ સોનીના સાથી કાર્યકરો અને મિત્રો કે જેઓ નગરમાં રા.સ્વ.સંઘ કામગીરી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરતા જ હતા એ સૌ સાથે મળીને ઝાલોદ નગરમાં વીર બલિદાની રાજેશ સોનીની યાદમાં નગરનું પ્રાચીન મુખ્ય વડ બજાર ના નામે ઓળખાતા ચોક ને “શહીદ રાજેશ ચોક “નું નામ આપીને રાજેસના બલિદાનને ઝાલોદની કાયમી સંભારણું બનાવી દીધું જે આજે પણ રાજેસની યાદો તાજી કરાવે છે .હાલમાં ૨૨ મી જાન્યુઆરીએ સમગ્ર વિશ્વમાં શ્રી રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી તૈયારીઓ ચાલી રહી છે .ત્યારે ઝાલોદ નગરમાં વિવિધ કાર્યક્રમોની સાથે વીર બલિદાની રાજેશ સોની મિત્ર મંડળ દ્વારા 20 મી જાન્યુઆરીની રાત્રીએ ટેલેન્ટ ઓફ ઝાલોદનો પ્રોગ્રામ તેમજ 21 તારીખે રાજેશ ચોકમાં” શ્રી રામ જાગરણ” નો ભવ્ય કાર્યક્રમનું આયોજન ,22 તારીખે પ્રભાત ફેરી, મંદિરોમાં નક્કી કરેલ દરેક ધાર્મિક આયોજન તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થતાં નગરમાં રામ યાત્રા અને રામ ભંડારનું વિશેષ આયોજન કરીને વીર બલિદાની રાજેશ સોનીનું બલિદાન સાર્થક થઈ રહ્યું છે .ત્યારે વીર રાજેશ સોની કે જે આજના યુવાનો માટે કાયમી પ્રેરણાસ્તોત્ર બની રહે તે માટે રાજેસના નામની સાથે કાયમી સંભારણું બની રહે,તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ દરેક લોકોની વ્યવસ્થા અયોધ્યા ખાતે સંભવ ન હોઇ મારું ગામ અયોધ્યા ધામના સંકલ્પ સાથે સનાતન હિન્દુ ધર્મ સમિતિ દરેક ધાર્મિક કાર્યો સુંદર અને યાદગાર બનાવવા અથાગ પરિશ્રમ કરી રહેલ છે.

