વડતાલ ધામમાં ત્રિવેણી, ગૌપૂજન, ગેટનું ભૂમિ પૂજન અને પ્રથમ પાટની સ્થાપના વિધિ સંપન્ન.

નરેશ ગનવાણી નડિયાદ

વડતાલ ધામમાં ત્રિવેણી, ગૌપૂજન, ગેટનું ભૂમિ પૂજન અને પ્રથમ પાટની સ્થાપના વિધિ સંપન્ન

ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામમાં આચાર્ય મહારાજ , ચેરમેન સ્વામી દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી , પુ નૌતમ સ્વામી , પુ શુકદેવ સ્વામી વગેરે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રસંગ ત્રિવેણી સર્જાણી. ગાય , ગેટ અને પ્રથમ પાટની પૂજાવિધિ થઈ.  સવારે ૯ કલાકે વિધિવત્ ગૌમાતાનું પૂજન વડિલ સંતો અને યજમાનોના વરદ હસ્તે સંપન્ન થયું . સહુએ ગૌપૂજન કરીને રામજન્મભૂમિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની મંગલકામના કરી. તલના લાડુ – કેળા અને ઘાસ અર્પણ કરીને સહુની તૃપ્તિ માટે ગાય માતાને પ્રાર્થના કરી . ત્રણ સો જેટલી  ગિર ગાયોની સેવા વડતાલની ગૌશાળામાં થાય છે. ત્યારબાદ ગોમતીજી ના કિનારે ચાલી રહેલા અક્ષરભૂવનના બાંધકામમાં પીલર અને કમાનનું આગળ વધતા પ્રથમ પાટની સ્થાપના વિધિ થઈ , જેમાં વડતાલ સંસ્કૃત પાઠશાળાના સંતો અને વિપ્રોએ વેદનાદ કર્યો હતો. અને ૧૦-૩૦ કલાકે ને. હા. નં ૮ થી વડતાલ આવતા રસ્તા પર વિશાળ ૧૬ હજાર ઘુનફુટના પત્થરના ગેટનું ભૂમિપૂજન આચાર્ય મહારાજ અને સંતોની સાથે સાથે ભારત સરકારના પ્રતિનિધિ મા. મંત્રી દેવુસિંહજી ચૈહાણ , ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યુ. કપિલાબેન – નરસંડા સરપંચ તથા હિરેનભાઈ ડેપ્યુટી સરપંચ , અમિતભાઈ સરપંચ વડતાલ , મનિષભાઈ સરપંચ પીપળાવ , જીલ્લા પંચાયત સભ્યઓ, તાલુકા પંચાયત સભ્યઓ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વલ્લભ સ્વામી ઘનશ્યામ ભગત ટ્રસ્ટી સભ્ય , પ્રભુતાનંદજી સ્વામી ટ્રસ્ટી સભ્ય તથા લાલજી ભગત,!હરિઓમ સ્વામી પાઠશાળા , પવન સ્વામી કલાલી , ભાસ્કર ભગત , શામજીભાઈ લંડન તથા મિરાજ  પટેલ- કાઉન્લીલર હેરો લંડન ,  પંકજભાઈ વડોદરા, કુંડળધામવતિ ભાર્ગવ ભાઈ રાવ ખંભાત તથા તથા હાર્દિક, ઓસ્ટેલિયા, જયેશભાઈ વડતાલ અમેરિકા, ઘનશ્યામભાઈ  થોરિયા જજ સુરત , મનોજભાઈ વડતાલ  લંડન , દક્ષેશ પટેલ લંડન , મિલનભાઈ વડતાલ આફ્રિકા , સતિષભાઈ વડતાલ , દિલિપભાઈ નડિયાદ , બંદિસભાઈ – અમેરિકા , રાકેશભાઈ ભગત વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: