ભુતવડ પ્રાથમિક શાળાના બાળકો નો વડોદરા નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
યુવરાજ ભુરીયા
ભુતવડ પ્રાથમિક શાળાના બાળકો નો વડોદરા નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
.ગરબાડા તારીખ 17જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બારીયા સાહેબ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગડરીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની ભૂતવડ પ્રાથમિક શાળાના ધોરણ ત્રણ થી પાંચ ના બાળકો માટે પંચમહાલ ડેરી અને પ્રાણી સંગ્રહાલય વડોદરાનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જેમાં પંચમહાલ ડેરી ની દૂધ ની બનાવટો જેવી કે ઘી, માખણ, દહી, છાશ બનાવતા પ્લાન્ટની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી ત્યારબાદ બરોડા ના પ્રાણી સંગ્રહાલય પશુ ,પંખી ,જોય ટ્રેન ની બાળકોએ મુલાકાત લઇ જ્ઞાન સાથે મોજ મસ્તી ગમ્મત આનંદ માણ્યો હતો .આ શાળાના પ્રવાસી બાળકોને વડોદરાના નાયબ મામલતદાર બહેન હીનાબેન ઉપાધ્યાય તેમના પતિ વકીલ વિક્રમભાઈ ભાટીયા એ વડોદરાની પ્રખ્યાત શિવ શક્તિ કાઠીયાવાડી હોટલમાં બાળકોને ગુલાબજાંબુ સાથે ભોજન કરાવ્યું હતું, આ દંપતીનો શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડાએ આભાર માન્યો હતો.

