ફતેપુરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ
ફતેપુરા પીએસઆઇ જી બી તડવીને અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફતેપુરા પીએસઆઇ જી બી તડવીની અધ્યક્ષમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી જેમાં ફતેપુરા સમાજના વિવિધ કોમના અગ્રણીઓ હાજર રહ્યા હતા 22મી જાન્યુઆરી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો હોય તેના અનુસંધાનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવેલ હતી ફતેપુરા નગરમાં તારીખ 20 મી એ સાંજે 6:00 કલાકે સુંદરકાંડ રામજી મંદિરમાં તેમજ તારીખ 21 મી એ રાત્રે રાસ ગરબા નો કાર્યક્રમ યોજવામાં આવેલ છે તથા તારીખ 22 મી જાન્યુઆરીના રોજ બપોરના એક કલાકે ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવશે તેમજ રામજી મંદિરમાં સમૂહ આરતી અને રામધૂન યોજવામાં આવશે ત્યારબાદ સામૂહિક ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે