ઈન્દોર-ગોધરા નેશનલ હાઇવે પાસેથી આઇસર ગાડી માંથી 19,56,680 રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે આરોપીની અટક કરાઈ
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઈન્દોર-ગોધરા નેશનલ હાઇવે પાસેથી આઇસર ગાડી માંથી 19,56,680 રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે આરોપીની અટક કરાઈ
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદિપ ઝાલાની સૂચના મુજબ રાજ્યમાં ચાલતી કોઇ પણ જાતની ગેરકાનૂની પ્રવૃત્તિ પર સતત વોચ રાખી તેનાં પર કડક કાર્યવાહીના આદેશ આપેલ છે તે અન્વયે દાહોદ ટાઉનની એ ડિવિઝનની પોલીસની કોમ્બીંગ નાઇટ દરમ્યાન ઈન્દોર-ગોધરા નેશનલ હાઇવે પરથી આઇસર ગાડીમાં ભુંસાની ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂની અટકાયત કરવામાં આવી હતી.
દાહોદ એલ.સી.બી પોલિસ ઇન્સ્પેક્ટર કે.ડી.ડીંડોરની સૂચના મુજબ એલ.સી.બી પો.સ.ઇ એમ.એલ.ડામોર તેમજ પો.સ.ઇ જે.બી.ઘનેશા, અ.પો.કો પ્રિત તેમજ એલ.સી.બીની ટીમને મળેલ બાતમીને આધારે આઇસર કંપનીનો મરુન કલરનો ટેમ્પો MP-13-GB-6450 મા ભુંસાની આડમાં ઈંગ્લિશ દારુ જાંબુઆ થઈ ગરબાડા, દાહોદ થઇ સુરત જનાર છે તેવી ચોક્કસ માહિતી મળેલ હતી. પોલિસ દ્વારા બાતમી વાળુ વાહન આવતા તેને રોકી તેની તપાસ કરતા તેમને મળેલ બાતમી પાક્કી હોવાનું પુરવાર થયેલ હતું. તેમણે ભુંસાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો એન વાહન ઝડપી પાડેલ હતું. આઇસર ગાડી માથી કુલ 955680 રૂપિયાનો વિદેશી દારૂ, બે મોબાઇલ 1000 રૂપિયા અને આઇસર ગાડીની કિંમત 10,00,000 થઇ કુલ 1956680 ના મુદ્દામાલ સાથે બે આરોપીની અટક કરી હતી. આ બંને અટક કરેલ આરોપી મધ્યપ્રદેશના હોવાનું માલુમ પડેલ હતું. આમ દાહોદ એલ.સી.બી પોલિસને આરોપી સાથે વિદેશી દારૂના મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મળેલ હતી.