ખેડા જિલ્લામાં પોલીસે ૮ ગેસ્ટ હાઉસના માલિકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી.
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લામાં પોલીસે ૮ ગેસ્ટ હાઉસના માલિકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી
જિલ્લામાં પોલીસે બાતમીના આધારે ગેસ્ટ હાઉસમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે ગેસ્ટ હાઉસના માલિક સંચાલકો રોકાણ કારોની માહિતી પથિક ઓનલાઇન પર ડેટા એન્ટ્રી ન કરતા એસઓજી પોલીસે યાત્રાધામ ડાકોરમાં ૬ જુદા જુદા ગેસ્ટ હાઉસ પર દરોડા પાડ્યા હતા. જેમાં ડાકોરમાં ટોકીઝ પાસે આવેલ આરતી ગેસ્ટ હાઉસના સતેન્દ્રભાઈ જીવણલાલ પંજાબી (રહે.ડાકોર), પટેલ ગેસ્ટ હાઉસમાં ઈશ્વરભાઈ ડાયાભાઈ પટેલ (રહે.ડાકોર), વૃંદાવન ગેસ્ટ હાઉસમાં ભાવેશભાઈ રમણભાઈ પટેલ (રહે.ડાકોર), શ્રી રામ કૃપા ગેસ્ટ હાઉસમાં સુરજપ્રકાશ રામદિતા નારંગ (રહે.ડાકોર), સ્વસ્તિક ગેસ્ટ હાઉસમાં મોહનભાઈ દલજીભાઈ પટેલ (રહે.ડાકોર) અને પૂનમ ગેસ્ટ હાઉસમાં સુનિલભાઈ વિષ્ણુભાઈ પટેલ (રહે. અમદાવાદ)નો સમાવેશ થાય છે. આ તમામ લોકો પોતાના ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરી તેમજ કોમ્પ્યુટર પ્રિન્ટર ન હોવાનું પણ સામે આવતાં પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે એલસીબી પોલીસે નડિયાદ રૂલર પોલીસ સ્ટેશનના હદમાંથી અને વસો પોલીસ સ્ટેશનના હદમાંથી આવેલા ગેસ્ટ હાઉસમાં દરોડા પાડ્યા છે. જેમાં નડિયાદના કંજોડા પાટિયા પાસે આવેલ હોટલ જય રણછોડ ગેસ્ટ હાઉસમાં મેનેજર દિનેશભાઈ ભીમાભાઇ પટેલ (રહે.કજોડા) અને દાવડા પાટિયા પાસે આવેલ હોટલ ત્રિપુરા ગેસ્ટ હાઉસમાં મનોહરસિંહ તખતસિહ રાવ (રહે.નવાબિલોદરા) પોતાના ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન નીભાવતા, જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરતા હોવાનું ધ્યાને આવતા પોલીસે જાહેરનામા ભંગ અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

