નડિયાદ સી. બી. પટેલ આર્ટ્સ કોલેજમાં EVM નિદર્શન કાર્યક્રમ યોજાયો.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ સી. બી. પટેલ આર્ટ્સ કોલેજમાં EVM નિદર્શન કાર્યક્રમ યોજાયો ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે આવેલી કલેક્ટર કચેરી દ્વારા ગુજરાત રાજ્ય વિધનસભાની આગામી ચૂંટણીને લક્ષમાં રાખીને ધી નડિયાદ એજયુકેશન સોસાયટી સંચલિત સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં ઈ.વી.એમ. નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડો. મહેન્દ્રકુમાર દવેની અઘ્યક્ષતામાં આ કાર્યક્રમ એન.એસ.એસ વિભાગ અંતર્ગત યોજવામાં આવ્યો હતો. કલેકટર કચેરી તરફથી ડી.પી.પટેલ અને એમ.એસ.માલી માસ્ટર ટ્રેનર તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઇ.વી.એમ. મશીનથી સુચારું માહિતગાર કર્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોને ઈ.વી.એમ. મશીનનું નિદર્શન કરાવી, મતદાન કેવી રીતે કરવું તથા મતદાન કરતી વખતે અને મતદાન કર્યા પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની પર્યાપ્ત માહિતી પૂરી પાડી હતી.