નડિયાદમાં ઉભરાતી ગટરની સમસ્યાથી રહીશો પરેશાન

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં ઉભરાતી ગટરની સમસ્યાથી રહીશો પરેશાન

નડિયાદના વોર્ડ નંબર ૬ માંઉભરાતી ગટરથી રહીશો પરેશાન થઇગયા છે. વારંવાર મૌખિક – લેખિત રજૂઆત કરવા છતાં પણ હજીપણ આસમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. નડિયાદ શહેરના વોર્ડ નંબર ૬ માં પહેલાંની જૂની ગટરલાઇન આવેલી છે. જોકે સમયાંતરે વસ્તી વધારો થયા બાદતંત્ર દ્વારા ડ્રેનેજ લાઇનને અપગ્રેડ કરવામાં આવી નથી. જેથીછાશવારે આ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા થાય છે. આ વોર્ડના પાંચ હાટડીવિસ્તારમાં,કસાઇવાડા,અબ્દાલવાડા, મરીડા ભાગોળ,મરીડા રોડ તથા આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકોને આવા ગંદા પાણીમાંથી અવરજવર કરતા કપડાં ખરાબ થાય છે. ઉભરાતી ગટરની સમસ્યાથી રહીશો પરેશાન થઇ ગયા છે. આ બાબતેવોર્ડના કાઉન્સિલર દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવે છે. જોકે, રજૂઆત મળતાં પાલિકા મરામત કરે છે પણ થોડા જ દિવસોમાં ફરીથી સ્થિતી જેવી હતી તેવી થઇ જાય છે. ત્યારેઆ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી આ વિસ્તારના રહીશો દ્વારા કરવામાંઆવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!