ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે કાર્યકર્તાઓ સાથે મંદિરની સાફ સફાઇ કરી.

વનરાજ ભુરીયા ગરબાડા

ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે કાર્યકર્તાઓ સાથે મંદિરની સાફ સફાઇ કરી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમા આગામી 22મી જાન્યુઆરી રોજ અયોધ્યામા ભગવાન શ્રીરામના નવિન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ તીર્થ સ્થળો અને મંદિરોમાં પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્યો, મંત્રીઓ અને નાગરીકોને આ સ્વચ્છતા અભિયાનમા જોડાવવા અહ્વાહન કર્યુ હતુ, ત્યારે ગરબાડા. 133 બેઠક વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, મંડળ પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ, તાલુકા સભ્યો, પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને સ્વછતા અભિયાનમા જોડાયા હતા, તમામ લોકો દ્વારા ગરબાડા માં તાલુકામાં આવેલ દેવધા શિવ મંદિર, સીમળીયા ખાતે મંદિર તેમજ ગાંગરડા ખાતે સાફ સફાઈ કરવાની શરૂઆત કરી હતી અને મંદિર પરિસર માં ઝાડુ અને પોતુ મારી મંદિરની સાફ સફાઈ કરી આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: