બિલવાણી ગામે સહસ્ત્રચંડી મહાયજ્ઞ ના છઠ્ઠો દિવસ.
બિલવાણી ગામે સહસ્ત્રચંડી મહાયજ્ઞ ના છઠ્ઠો દિવસ
સહસ્ત્રચંડી મહાયજ્ઞ ના છઠ્ઠા દિવસે પૂર્ણાહુતિ કરવામા આવી પૂર્ણાહુતિ ના દિવસે પીપલખુટા ના મહંત શ્રી દયારામજી મહારાજ ,અને આચાર્ય નલીનભાઈ ભટ્ટે હાજરી આપી હતી.
મહંત શ્રી દયારામજી અને આચાર્ય નલીનભાઈ ભટ્ટ એ સહસ્ત્રચંડી મહાયજ્ઞ મા હાજર આપી સૌને આશીર્વચન આપ્યા દાહોદ બિલવાણી ગામે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ ના છઠ્ઠા દિવસે પૂર્ણાહુતિ કરવામા આવી હતી.જેમા ખાસ કરીને પૂર્ણાહુતિ કરવામા આવી.જેમા મુખ્ય યજમાન મુકેશભાઈ ખચ્ચર દ્વારા મુખ્ય સુર્ય કુંડ ઉપર થી મહાઆહુતી આપવામા આવી હતી.તેમજ પહેલા ના સમય મા હવન કર્યા પછી ભોગ આપવામા આવતો હતો.પરંતુ શાસ્ત્રો મા લખ્યા પ્રમાણે અબોલ પશુ ની બલી આપવી યોગ્ય ન હોય અહી સફાઈ કોળા નો ભોગ આપવામા આવ્યો હતો.તેમજ પૂર્ણાહુતિ ના દીને ખાસ મધ્યપ્રદેશ ના પીપલખુટા થી મહંત દયારામજી મહારાજ (દાડકી વાલે બાબા) એ હાજરી આપી હતી.મહંત દયારામજી એ તમામ ભક્તજનો ને આશીર્વચન આપ્યા હતા.તેમજ ખાસ મહંત શ્રી દયારામજી એ તેમના આશીર્વચન મા કીધુ હતુ કે જે માણસ આપણી નીંદા કરતો હોય ને તો તેને કહેવુ તુ વધારે નીંદા કર જેથી આપણી પ્રગતી વધારે થાય.તેમજ જેમ સોનુ જેટલુ તમે છે તેમ આપણી નીંદા કરશે તો આપણે આપણે પણ એટલા જ આગળ વધીશુ.તેમજ કોઈ દિવસ કોઈ પણ મા શંકા ના કરતા કોઈ મા ભેદ ના રાખતા અમે બધાના છે ,બધા અમારા છે.બ્રાહ્મણ જ ભગવાન નુ મુખ છે.દોસ્તો કરોતો બ્રાહ્મણ ની કરો બ્રાહ્મણ થી સાચો કોઈ તમારો મીત્ર ના હોય તેવી અનેક વાતો મહંત દયારામજી એ તેમના આશીર્વચન મા કહી હતી.પુર્ણાહુતિ ના દીને યજમાનો ને બ્રાહ્મણ ઓ આશીર્વાદ આપ્યા હતા .યજમાન સહીત તમામ લોકો મોટી સંખ્યા મા ફરાળ તેમજ ભોજન આરોગ્યુ હતુ.તેમજ દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કીશોરી એ પીપલખુટા થી પધારેલ મહંત શ્રી દયારામજી નુ પુજન કર્યુ હતુ.અને મુકેશભાઈ ખચ્ચર દ્વારા આચાર્ય નલીનભાઈ ભટ્ટ નુ પુજન કરવામા આવ્યુ હતુ.તેમજ ધારાસભ્ય કનૈયાલાલ કીશોરી અને મુકેશભાઈ ખચ્ચર દ્વારા મધ્યપ્રદેશ ના ઈન્દોર, ઉજ્જૈન અને બનારસ થી પધારેલ વિધ્વાન પંડીતો નુ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા પંડીત પ્રવિણભાઈ પુરોહિત સહીત પુજન કરવામા આવ્યુ હતુ.

