ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તેમજ સુખસર ખાતે”વન સેતુ ચેતના યાત્રા”આવી પહોંચતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તેમજ સુખસર ખાતે”વન સેતુ ચેતના યાત્રા”આવી પહોંચતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

૨૨મી જાન્યુઆરીએ સમગ્ર દેશ અને રાજ્ય સહિત ફતેપુરા તાલુકામાં દિવાળી જેવો મહોત્સવ ઉજવાશે:મંત્રી મુકેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં આજથી આરંભાયેલી વન સેતુ ચેતના યાત્રાનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ ખાતેથી કરાયો છે.ત્યારે આજરોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તેમજ સુખસર ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા યાત્રાના રથ તથા પધારેલા મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વન અને પર્યાવરણ ચેન્જ જળ સંપતિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ,આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ અને જિલ્લા પ્રભારી મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર તેમજ સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને તેમજ ધારાસભ્ય રમેશભાઈ કટારા,દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર, દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ડામોર ફતેપુરા તાલુકામાં ભાજપના જન્મદાતા મનાતા ચુનીલાલ ચરપોટ, ફતેપુરા તાલુકા ભાજપ ઉપ-પ્રમુખ કલજીભાઇ સંગાડા સુખસર સરપંચ નરેશભાઈ કટારા ભાજપ કાર્યકર્તા લાલાભાઇ સુવર દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સભ્ય ડો.અશ્વિનભાઈ પારગી, સહિત વિશાળ જનમેદની વિગેરેની ઉપસ્થિતિમાં વન સેતુ ચેતના યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે,આ વન સેતુ ચેતના યાત્રા દરેક લોકોને વન સાથે જોડવાનો ઉદ્દેશ છે.વડાપ્રધાનના વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સને-૨૦૨૩-૨૪ ના વર્ષમાં રૂપિયા ૪૭ હજાર કરોડની જોગવાઈ કરી છે. આદિમજૂથના લોકોને પીએમ જનમન યોજના થકી ૨૭૦૦૦ પરિવારોને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરઆવ્યું છે.આદિવાસી પ્રજા દ્વારા બનાવવામાં આવતી વિવિધ હસ્તકલાની ચીજ વસ્તુઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા, વેચાણ માટેની શુદ્ધ વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવી રહ્યુ છે તેમ જણાવ્યું હતું.જ્યારે ૧૪ જાન્યુઆરી થી ૨૨ જાન્યુઆરી સુધી તમામ તીર્થ સ્થળો અને મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ને ઝુંબેશ રૂપે ઉપાડી છે.ફતેપુરા તાલુકામાં પણ સૌ કોઈને પોતાની આસપાસ આવેલા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા જાળવવા આહવાન કર્યું હતું.અને ઉમેર્યું હતું કે,શ્રીરામ ભગવાન સાથે આપણા સૌની આસ્થા જોડાયેલી છે. ૫૦૦ વર્ષ પછી આવો અનેરો અવસર આવ્યો હોય ત્યારે આગામી ૨૨ મી જાન્યુઆરીએ આપણા રાજ્ય સહિત દાહોદ જિલ્લા અને ફતેપુરા તાલુકામાં દિવાળી જેવો માહોલની ઉજવણી કરવાની છે.તેમ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!