નડિયાદના રામજી મંદિરમાં દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના રામજી મંદિરમાં દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
૨૨મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં નડિયાદ સ્થિત ૫૨ વર્ષ જૂના રામજી મંદિરમાં ‘રામ ઉત્સવ’ને લઈને આખો દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે.આગામી ૨૨મી જાન્યુઆરી શ્રીરામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે જગત આરાધ્ય દેવ શ્રીરામના જન્મ સ્થળે પ્રભુ શ્રીરામ બીરાજમાન થવાના છે. ત્યારે આ પાવન અવસરે નડિયાદમાં સંતરામ સર્કલ ખાતે આવેલ રામજી મંદિરમાં દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૭ કલાકથી અખંડ શ્રીરામ ધૂન, બપોરે ૧૨ કલાકે નડિયાદના ૨૨ કાર સેવકોનુ ખાસ બહુમાન જો હયાત ન હોય તો તેમના પરિવારજનોનુ સન્માન કરાશે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રાંતના સહમંત્રી મુકેશભાઈ ગોર, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈ સહિત અનેક લોકો હાજર રહેશે. ૧૨: ૨૦ કલાકે મહાઆરતીના દર્શન થનાર છે. સાંજે સંધ્યા કાળે રામજી મંદિર દીપમાળાથી સજી ઉઠશે. રામજી મંદિરના મહારાજ મહાવિરદાસજી મહારાજે જણાવ્યું હતું કે. તેઓએ સૌ નગરજનોને અને વેપારીઓને અપીલ કરી છે કે તમારા ઘર, દુકાન, ઓફીસના દરવાજા પર આસોપાલવનુ તોરણ લગાવો, આંગણમાં રંગોળી પુરો તેમજ દુકન, ઓફીસ વસતી સમયે પાંચ દીપ પ્રગટાવી આ ઉત્સવમાં સહભાગી થાવ. આ પ્રસંગેની રામસેવક કેતનકુમાર પટેલ, રામસેવક ડો. કિરણ મરાઠે, રામસેવક ગોવિંદ પટેલ સહિત રામ ભક્તો ખાસ હાજર રહ્યા હતા.

