વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં એકાદશીએ દાડમ ઉત્સવ ઉજવાયો.

નરેશ ગનવાણી નડિયાદ

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં એકાદશીએ દાડમ ઉત્સવ ઉજવાયો

શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલ સ્વા.મંદિરમાં બિરાજતા દેવોને એસ.જી.વી.પી. ગુરૂકુળના પૂ.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી  ધાંગદ્રાના રજનીકાંતભાઇ કાનાભાઇ પીપરોત્તરના યજમાનપદે ૧૫૦૦ કિલો દાડમનો અન્નકુટ ઉત્સવ આજે પુત્રદા એકાદશીને નારોજ ઉજવાયો હતો. આ પ્રસંગે વડતાલગાદીના આચાર્ય પૂ.રાકેશપ્રસાદજી મહારાજ, પૂ.બાલકૃષ્ણ સ્વામી, શ્યામવલ્લભસ્વામી તથા હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધિશ આર.પી.ઢોલરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ નિમિત્તે વડતાલ મંદિરના વહિવટ સહયોગી શ્યામ વલ્લભસ્વામીએ જણાવ્યું હતું કે પુત્રદા એકાદશીના શુભદિને વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ધાંગધ્રાના રજનીકાતભાઇ કાનાભાઇ પીપરોતર ના યજમાનપદે મંદિરમાં બિરાજતા સર્વદેવોને ૧૫૦૦ કિલો દાડમનો અન્નકુટ ધરાવાયો હતો. જેના દર્શનનો હજ્જારો હરિભક્તોએ લાભ લઇને કૃત્યકૃત્ય થયાની લાગણી અનુભવી હતી. સમગ્ર ઉત્સવને  વડતાલ મંદિરના ચેરમેન પૂ.દેવપ્રકાશ સ્વામી તથા કોઠારી ડો.સંતવલ્લભદાસસ્વામીએ પ્રસંસનીય બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!