નડિયાદ જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ.

3નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખેડા જિલ્લાના અધિકારીઓ અને પદાઘિકારીઓ  સાથે સંકલન કરીને જનસુખાકારી  કામોને ઝડપથી સમય મર્યાદામાં  વિકાસના કામો પૂર્ણ કરવા જિલ્લા કક્ષાની યોજાયેલ સમીક્ષા બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષીકેશભાઈ પટેલે જણાવ્યું હતું.  સરકારી કચેરીએ આવતાં અરજદારોના કામોનો ઝડપી થાય  ખૂબ જરૂરી છે. તેવું કહી જિલ્લા પ્રભારી મંત્રી  પટેલે સરકારી કચેરીમાં નાગરિકો પોતાના કામ અર્થે આવતા હોય છે. આવા અરજદારોને કોઇપણ પ્રકારની મુઝંવણ ન થાય તેઓને કોઇપણ કામ માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી સુચારું વ્યવસ્થા ગોઠવાય તેવું ભારપૂર્વક મંત્રીએ જણાવ્યું હતું.  આ બેઠકમાં આરોગ્ય વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પોલીસ વિભાગ, આઇ.સી. ડી.એસ.વિભાગ, ખેતીવાડી વિભાગ, શિક્ષણ વિભાગ, બાગાયત વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, જળસંપત્તિ સંલગ્ન કામો,નગરપાલિકા, વાસ્મો, અંતર્ગત થયેલા કામોનું પ્રેઝેન્ટેશન અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.  પ્રેઝેન્ટેશન જોઇને  મંત્રીશ્રી દ્વારા અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું. સાથોસાથ આ બેઠક્માં ધારાસભ્યશ્રીઓ અને સંસદ સભ્યઓના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.  આ બેઠકમાં કેન્દ્રીય રાજ્યકક્ષા સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ,  નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, મહુધાના ધારાસભ્ય  સંજયસિંહ મહીડા, માતરના ધારાસભ્ય  કલ્પેશભાઈ પરમાર, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા કલેકટર  કે.એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નિવાસી અધિક કલેકટર ભરત જોષી સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!