નડિયાદના દાવડા પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું કરૂણ મોત નિપજયું  ડાંગરનું ધરુ

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના દાવડા પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું કરૂણ મોત નિપજયું  ડાંગરનું ધરુ લેવા જતા વ્યક્તિનુ ટ્રેકટરમાંથી પડી જતા મોત નિપજ્યું છે.   વ્યક્તિ પર વ્હિલ ફરી વળતા મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે વસો પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.નડિયાદ તાલુકાના દાવડા ગામે રહેતા અનિલભાઈ બિપીનભાઇ મકવાણાના કાકા ભરતભાઈ બુધાભાઇ મકવાણા ગઇ કાલે   ટ્રેક્ટર ભાડે કરી ડાંગરનું ધરુ લેવા માટે  ઘરેથી નીકળ્યા હતા. આ ટ્રેક્ટર પર ભરતભાઈ બેઠા હતા અને ટ્રેકટર દાવડા ગામની સીમમાંથી જાનીના કુવા નજીકથી પસાર થઈ રહ્યુ હતું. તે  દરમિયાન ટ્રેક્ટરના ચાલકે એકાએક ટ્રેક્ટરના સ્ટેરીગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર પર બેઠેલા ભરતભાઈ મકવાણા ટ્રેક્ટર સાથે રોડની સાઈડમાં આવેલ પાણી જવાના ઢાળિયામાં ઉતરી ગયું હતું અને ટ્રેક્ટરનું મોટું વ્હિલ પટકાયેલા ભરતભાઈ ઉપર ફરી વળતા તેઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ભરતભાઇને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા ભરતભાઈનું કરૂણ મોત નિપજયું હતું. આ બનાવ સંદર્ભે ટ્રેક્ટરના ચાલક સામે વસો પોલીસમાં અનિલભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: