નડિયાદ પાઈપ લાઈનનાં કામ દરમિયાન જમીન ધસી પડતા ચાર મજૂર દટાયા, એકનું મોત.

નરેશ ગનવાણી

નડિયાદ પાઈપ લાઈનનાં કામ દરમિયાન જમીન ધસી પડતા ચાર મજૂર દટાયા, એકનું મોત

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના રૂપજીના મુવાડા ગામે ચાલી રહેલી સુજલામ સુફલામ યોજનાની પાઈપલાઈનનાં કામ દરમિયાન જમીન ધસી પડતા ચાર મજૂર દટાયા  જેમાંથી એકનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રણને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.કપડવંજ તાલુકાના રૂપજીના મુવાડા ગામે મંગળવારની બપોરે ગામની સીમમાં સુજલામ સુફલામ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરી ચાલતી હતી. તે દરમિયાન એકાએક  માટી ધસી પડતાં નીચે કામ કરી રહેલા ચાર મજૂર દબાયા જતાં.  નાસભાગ મચી ગઇ હતી. ચારેયને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક મહિલા મજૂરનું કરૂણ મોત નીપજ્યું છે. અને ત્રણને સારવાર માટે કપડવંજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણેય મજૂરની સ્થિતિ નાજુક બનતાં કપડવંજથી બહાર સારવાર અર્થે રિફર કરાયા હોવાની માહિતી મળી છે. ધટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં સ્થળ પર દોડી આવ્યા હતાં. ચારેય મજૂરો દાહોદ જિલ્લાના વતની હોવાની માહિતી મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!