ફતેપુરા જાગૃતિ કન્યાશાળા વિદ્યાર્થીઓનું પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા જાગૃતિ કન્યાશાળા વિદ્યાર્થીઓનું પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે આવેલ જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતેથી તારીખ 16 /1 /2014થી 21/1/2024 સુઘી ચાર દિવસ અને ત્રણ રાત્રીનું શાળામાંથી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્યશ્રી તેમજ શાળાના તમામ સ્ટાફ દ્વારા આ સમગ્ર આયોજન પ્રવાસમંત્રી શ્રી એચ.જે. પારગીના હસ્તે કરવામાં આવ્યું હતું તેમાં 16 તારીખે અહીંથી ભુજ જવા માટે નીકળ્યા હતા ભુજની અંદર પ્રાંગમહેલ, મ્યુઝિયમ, આઈના મહેલ , હમીરસર તળાવ,કાળાડુંગર, સફેદરણ,ચુંબકીય ક્ષેત્ર, હાજીપીર, આશાપુરા માતાનોમઢ, નારાયણ સરોવર ,કોટેશ્વર ,ગોધરા, અંબેધામ, માંડવી ,વિજય પેલેસ, જેસલ તોરલની સમાધિ અંજાર, જોગણીનાર, શ્યામ કૃષ્ણનું સ્મારક,ખેતલાઆપા મંદિર, એમ ચાર દિવસ ત્રણ રાત્રીનો કચ્છનો પ્રવાસ કરવામાં આવ્યો હતો