વર્ગ ખંડમાં પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓને લાતો વડે માર મારતા અને બેફામ ગાળો બોલતા ચાર જેટલી બાળાઓને ચક્કર,તાવ તેમજ
દાહોદ તા.૨૭
દાહોદ તાલુકાના મંડાવાવ ગામે આવેલ વડલી ફળિયા પ્રાથમીક શાળામાં ધોરણ ૫ ની વિદ્યાર્થીઓને પરીક્ષા દરમ્યાન કલસ્ટર કન્સલ્ટર કો.ઓર્ડિનેટર(સીઆરસી)એ વર્ગ ખંડમાં પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓને લાતો વડે માર મારતા અને બેફામ ગાળો બોલતા ચાર જેટલી બાળાઓને ચક્કર,તાવ તેમજ ઉલ્ટીઓ થતા તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યારે આ ઘટનાની જાણ ગ્રામજનો સહિત વાલીઓને થતાં તાબડતોડ સૌ કોઈ શાળા ખાતે દોડી આવ્યા હતા અને શાળામાં હોબાળો મચી જવા પામ્યો હતો ત્યારે બીજી તરફ આ ઘટનાનો વીડીયો બે દિવસથી સોસીયલ મીડીયામાં પણ વાઈરલ થતાં શહેર સહિત જિલ્લાના શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉપરોક્ત બનાવ સંદર્ભે શાળા આચાર્ય દ્વારા ટીપીઓને લેખિત જાણ કરતા હરકતમાં આવેલ શિક્ષણ વિભાગે તપાસનો દોર શરૂ કર્યાનુ જાણવા મળેલ છે.
દાહોદ તાલુકાના મંડાવાવ ગામે આવેલ વડલી પ્રાથમીક ફળિયા શાળામાં ધોરણ ૧ થી ૫ નુ શિક્ષણ કાર્ય ચાલે છે. હાલમાં ધોરણ ૧ થી ૫ ની ૬ માસીક પરીક્ષા ચાલુ થયેલ છે જેમાં ગત તા.૨૫.૧૦.૨૦૧૮ ના રોજ ઉપરોક્ત શાળામાં ધોરણ ૫ ની અંગ્રેજી વિષયની પરીક્ષા દરમ્યાન સવારે ૧૦.૩૦ કલાકે હરેન્દ્રસિંહ હાંડા(સીઆરસી) કામગીરી બજાવવા ઉપરોક્ત શાળામાં આવ્યા હતા અને ધોરણ ૫ ના વર્ગખંડમાં ગયા હતા જ્યા વિદ્યાર્થીઓ પોતાના બેઠક નંબર પર બેસેલા હોવા છતાં વર્ગના બાળકોને લાતો મારી અને તમે તમારી નિયત જગ્યાએ બેઠા નથી તેમ કહી અને બેફામ ગાળો બોલી ઉશ્કેરાઈને બાળાઓને લાતો મારવા લાગ્યા હતા.જેને પગલે ૧૨૬ બેઠકોવાળા વર્ગ ખંડમાંથી ૧૭ જેટલા છોકરા છોકરીઓને લાતો મારી સીઆરસી હરેન્દ્રસિંહ હાંડા શાળાની વિસીટ બુકમાં નોંધ કર્યા વગર શાળામાંથી ચાલ્યો ગયા હતા ત્યાર બાદ વર્ગ ખંડમાંથી છોકરીઓને રડવાનો અવાજ આવતા આચાર્ય સહિત કર્મચારીઓ વર્ગખંડમાં દોડી આવ્યા હતા અને બાળકોને રડતા જાઈ તેઓને સાત્વના આપી અને પુછપરછ કરતા બાળકોએ ઉપરોક્ત ઘટનાની આપવીતી જણાવતા ઉપÂસ્થત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.આ બાદ ધોરણ પમાં અભ્યાસ કરતી સારિકા,મીનાક્ષી,રીના અને બીજી અન્ય એક છોકરી મળી ચાર છોકરીઓને ઉલ્ટી,ચક્કર તેમજ તાવ આવી જતા શાળાના આચાર્ય દ્વારા વાલી વારસનો સંપર્ક કરી ચારેય બાળાઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ વાયુવગેરે મંડાવાવ નગરમાં થતાં સરપંચ,ગ્રામજનો અને બાળકોના વાલીઓ શાળામાં ઘસી આવી હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનો અને વાલીઓની રજુઆતને પગલે શાળાના આચાર્ય સાધનાબેન રાઠોડએ ઉપરોક્ત ઘટના સંદર્ભે ટીપીઓને લેખિત જાણ કરી કરતા શિક્ષણ વિભાગ દ્વારા આ ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધર્યાનુ જાણવા મળેલ છે.
ઉપરોક્ત સમગ્ર ઘટનાનો વીડીયો છેલ્લા બે થી ત્રણ દિવસ દરમ્યાન શહેર સહિત જિલ્લામાં શોસીયલ મીડીયા પર વાઈરલ પણ થવા પામ્યો અને આ ઘટનાને પગલે બાળકો સાથે થયેલ દુરવ્યવહારથી લોકોમાં છુપો રોષ પણ જાવા મળી રહ્યો છે. ત્યારે આ ઘટના સંદર્ભે શિક્ષણ વિભાગ તેમજ તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે તે તો આવનાર સમય જ કહેશે પરંતુ આ ઘટના હાલ ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે.
વધુમાં જણાવા મળ્યા અનુસાર, આજ શાળામાં ધોરણ ૫માં શિક્ષક તરીકે ફરજ બજાવતા વીજય પ્રજાપતિ અને સીઆરસીના હરેન્દ્રસિંહ હાંડા વચ્ચે ઘણા સમયથી આંતરિક વાદ વિવાદ તેમજ ચુંટણીની અદાવતને લઈ આગઉ પણ અનેકવાર બંન્ને વચ્ચે વિવાદો થયા હતા તેઓ બંન્નેના વાદ વિવાદોમાં ધોરણ ૫ ના માસુમ બાળકો નીશાન બનતા હોવાનુ પણ સ્થાનીકોમાં ચર્ચાઈ રહ્યુ છે ત્યારે સમગ્ર ઘટનાની જા લાગતા વળગતા તંત્ર દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે તો અનેક સઘળી હકીકતો બહાર આવવા પામે તેમ છે.