નવા મતદારો અને ૮૦ વર્ષથી વધુ વયના મતદાર વોટર્સને સન્માનિત કરવામાં આવ્યા
નરેશ ગનવાણી નડિયાદ

નવા મતદારો અને ૮૦ વર્ષથી વધુ વયના મતદાર વોટર્સને સન્માનિત કરવામાં આવ્યા
કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે નવી જિલ્લા પંચાયત ભવન પટેલ હોલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટર કે.એલ.બચાણીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ની શુભકામનાઓ પાઠવી પ્રથમ વખત મતદાન કરતા વોટર્સને મતદાનની અગત્યતા સમજાવી ચૂંટણી વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. વધુમાં કલેકટરએ યંગ વોટર્સ, ૮૦ વર્ષથી વધુ વયના મતદાર, Third Gender વોટર્સને વધુમા વધુ લોકો સુધી મતદાન વિષે જાગૃતિ ફેલાય તે અંગે વિનંતિ કરી જણાવ્યુ હતુ. અને ઉમેર્યુ કે, જેટલા સારા પ્રમાણમાં મતદાન થશે એટલુ જ મજબૂત રાષ્ટ્ર બનશે. આ પ્રસંગે કલેકટર કે.એલ.બચાણી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના તાલુકા ઇન્સ્પેકટર તથા તમામ કેમ્પસ એમ્બેસેડર હાજર રહેલ, સદર કાર્યક્રમમાં ૮૦ વર્ષથી વધુ વયના મતદાર, PWDs વોટર્સ,Third Gender વોટર્સ તથા યુવા મતદારો તથા સર્વિસ વોટર્સનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુસુમ સુધિર પ્રજાપતિ,તેમજ જિલ્લા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ તેમજ કોલેજના વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
