પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષકનું ચિત્રકૂટ પારિતોષિકથી સન્માન કરાશે.

અજય સાસી

તલગાજરડા ખાતે મોરારી બાપુ રાજ્યના 35 શિક્ષકોને સન્માનશે. કથાકાર પૂજ્ય મોરારી બાપુ દ્વારા દર વર્ષે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સુંદર અને બેનમૂન કામગીરી બજાવનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે. ચાલુ વર્ષે પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષકની આ અવાર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર પ્રતિષ્ઠિત ગણાતો શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવાર્ડ આગામી તારીખ 31-1-2024 ના તલગાજરડા ખાતે યોજાશે જેમાં મોરારીબાપુના હસ્તે રાજ્યના 35 શિક્ષકો સન્માનશે. પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સુરેશભાઈ રમેશભાઈ માળી ની પસંદગી કરાતા તેમને પારિતોષિક,શાલ ઉપરાંત રુપીયા 25 હજારનો ચેક આપી સન્માનિત કરાશે. દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુરતાનભાઈ કટારા મંત્રીશ્રી મહેન્દ્રભાઈ લવાણા જિલ્લા પ્રતિનિધિ શ્રી નરેન્દ્રસિંહ ડામોર તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રી મુકેશભાઈ મછાર,મંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ લબાના તથા ડાયાટ પ્રાચાર્ય આર.કે પટેલ સાહેબ આચાર્યશ્રી રાજેશભાઈ પટેલ માર્ગદર્શક શિક્ષક શ્રી કિરીટભાઈ પટેલ સહિતના તથા તમામ સારસ્વત મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે એવાર્ડી શિક્ષકશ્રીને કોરોના કાળ દરમિયાન કરેલ શ્રેષ્ઠ કામગીરી બાબત ગુજરાત સરકાર પ્રાથમિક નિયામક કચેરી દ્વારા કોરોના સંક્રમણમાં શિક્ષકોની સંવેદનકથા મૌડ્યૂલમાં શ્રેષ્ઠ કામગીરી બાબત નોંધ તથા લેવામાં આવી હતી સાથોસાથ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તથા લાયન્સ ક્લબ શ્રેષ્ઠ સન્માન મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: