નડિયાદ પાલિકા દ્વારા ૧૭ જગ્યાએ પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કરાયું.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ પાલિકા દ્વારા ૧૭ જગ્યાએ પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કરાયું
નડિયાદ નગરપાલિકા દ્વારા ૧૫મા નાણાંપંચ, વ્યવસાયવેરા ગ્રાન્ટ અને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટ માંથી ₹ ૭૩,૭૧,૬૩૦ ના ખર્ચે કુલ ૧૭ જગ્યાએ પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત રાવળ સમાજના સ્મશાન પાસે, ઈપ્કોવાળા હોલ પાસે, નડિયાદ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખાતે નગરપાલિકા પ્રમુખ શ્રી કિન્નરીબેન, કારોબારી ચેરમેન પરીનભાઈ, ઉપપ્રમુખ કલ્પેશભાઈ, પક્ષના નેતા શિલ્પનભાઈ, રાવળ સમાજના પ્રમુખ પીન્ટુભાઈ તથા અગ્રણી સંતુભાઈ, ચીફ ઓફિસર રૂદ્રેશભાઈ, નગરપાલિકાના કાઉન્સિલરઓ, વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.