શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ઝાલોદ દ્વારા ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો.

પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ઝાલોદ દ્વારા ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો.

ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ઝાલોદમાં કોલેજ પરિવાર દ્વારા 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. તેમાં કૉલેજના એન. સી. સી., એન. એસ. એસ. સહિત તમામ વિદ્યાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પ્રાધ્યાપક ડૉ. અજિતસિંહ પરમારના માર્ગદર્શનમાં એન.સી.સીના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી. તેમજ ટૂંક સમયમાં સેવાનિવૃત્ત થનારા કોલેજના પ્રાધ્યાપિકા ડૉ. હિરમતીબેન સૂર્વે દ્વારા ધ્વજ વંદન તથા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. કૉલેજના પ્રિન્સિપાલ મધુકરભાઈ પટેલ તથા કોલેજના તમામ સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: