ઝાલોદ નગર વેપારી વિકાસ મંડળ ( ટ્રસ્ટ )ની સાધારણ સભા ગોયલ પેલેસ ખાતે યોજાઈ.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ નગર વેપારી વિકાસ મંડળ ( ટ્રસ્ટ )ની સાધારણ સભા ગોયલ પેલેસ ખાતે યોજાઈ
નગરના સહુ વ્યાપારિયો મોટા પ્રમાણમાં હાજર રહી વેપારી વિકાસ મંડળમાં વિશ્વાસ વ્યક્ત કર્યો
ઝાલોદ નગર વેપારી વિકાસ મંડળની સ્થાપના 01-05-2094 ના રોજ વ્યાપારીઓના વિકાસ અને એકબીજાના સહયોગ માટે કરવામાં આવી હતી. નગરનું આ ટ્રસ્ટ 30 મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે.વેપારી વિકાસ મંડળ ટ્રસ્ટમાં વ્યાપારી વર્ગની દર વર્ષે સાધારણ સભા યોજાતી હોય છે જેમાં વ્યાપારિયો ને પડતી સમસ્યા અને વ્યાપારીઓના વિકાશ માટે આવેલ સૂચનો પર ચર્ચા કરવામાં આવે છે. વ્યાપારીઓ સહુ એક મત થઈ નિર્વિવાદ બની આ સંસ્થામાં ફારેગ થતાં કારોબારી સભ્યોને બહુમતી થી આવેલ દરખાસ્ત મુજબ હોદ્દેદારની નિમણૂક કરતા આવેલ છે. આ સંસ્થામાં આસરે 650 જેટલા સભ્યો જોડાયેલ છે. આ સંસ્થાની સહુ થી મોટી ખાસિયત એ છે કે કોઈ પણ વર્ષે હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ નથી અને આજ નગરમાં વ્યાપારીઓમાં એકતા છે તેમ દર્શાવે છે.
તારીખ 26-01-2024 ના શુક્રવારના રોજ ગોયલ પેલેસના હોલમાં પ્રમુખ શુભકરણ અગ્રવાલ, મંત્રી મૂકેશ અગ્રવાલ, ઉપ પ્રમુખ કે.કે.નાયર, કોષાધ્યક્ષ અનિલ.આર.પંચાલ અને ઉપસ્થિત કારોબારી સભ્યો તેમજ વેપારી વિકાસ મંડળના સભ્યો સાથે ત્રીસમી સાધારણ સભા ભોજન સમારંભ સાથે યોજાઈ. આ સાધારણ સભામાં દિપ પ્રજ્વલિત કરી મીટિંગ ચાલુ કરવામાં આવી તેમજ વર્ષ દરમિયાન મૃત્યુ થયેલ વ્યાપારીઓનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજના સમારંભના ઉપસ્થિત સહુ વ્યાપારીઓનુ એક જ સૂત્ર બીના સહકાર નહીં ઉદ્ધાર. વ્યાપારીઓ સાથે વિવિધ મુદ્દાઓ પર પરામર્શ કરી સાધારણ સભા પુરી કરવામાં આવી હતી.