સંજેલી થી સિંગવડ તરફ જતા પિછોડા મુખ્ય માર્ગે બે બાઈકનો ગત રાત્રિએ અકસ્માત.
કપિલ સાધુ સંજેલી
સંજેલી થી સિંગવડ તરફ જતા પિછોડા મુખ્ય માર્ગે બે બાઈકનો ગત રાત્રિએ અકસ્માત થયો
બાઈક અકસ્માતમાં ગંભીર રીતે જાગ્રસ્ત થયેલ વ્યક્તિઓ ને 108 મારફતે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતાજેમાં બે બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓમાંથી બંને બાઈક ઉપર સવાર બેને ગંભીર ઇજાઓમાં દાહોદ ઝાયડસ ખાતે ખસેડાયા છે તેમજ એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે .પરિવારજનો ને ઘટનાની જાણ થતાં જ દોડી આવ્યા હતા . ત્યારે અકસ્માતમાં ગંભીર ઈજાઓ ના કારણે દીકરાના મરણની વાત જાણ થતા જ પરિવાર પર આભ ફાટી પડયું હતું ઘટના સંદર્ભે સંજેલી પોલીસને જાણ થતા જ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હોવાનું હાલ જણાવવા મળ્યું છે
