ઝાલોદ તાલુકાના ખેડા ગામમાં ટ્રેક્ટર પલ્ટી ખાતાં ચાલકનું મૃત્યુ.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકાના ખેડા ગામમાં ટ્રેક્ટર પલ્ટી ખાતાં ચાલકનું મૃત્યુ જાણવા મળ્યા અનુસાર ઝાલોદ તાલુકાના ખેડા ગામના વતની વિનેશ બીજીયા ગરાસિયા તારીખ 27-01-2024 શનિવારના રોજ આસરે બપોરે ત્રણ વાગે બહાદુર સરદાર ઢોલીના ઘરે થી ટ્રેક્ટર જેનો નંબર GJ-20-AH-2488 સાથે ભરેલા પાણીનું ટેન્કર જોડી ખેડા ગામના ઉપલા ફળિયામા નાળાનું કામ ચાલતું હતું ત્યારથી જઈ રહેલ હતા ત્યાં ખેતરના સેઢા ઉપરથી ટ્રેક્ટર લઇ જતા હતા તે દરમ્યાન ટ્રેક્ટર એકાએક પલટી ખાઈ ગયેલ હતું. આ ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતાં ટ્રેક્ટરના ચાલક વિનેશભાઈ ટ્રેક્ટર નીચે દબાઇ જતાં તેમના શરીરે ઈજાઓ થયેલ હતી તેથી તેમના પરિવારજનો દ્વારા તેમને સારવાર અર્થે ઝાલોદ સરકારી હોસ્પિટલ લાવવામાં આવેલ હતા. ત્યાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત ટ્રેક્ટર ચાલકનું મોત થયેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!