ભાડુઆતનો ઘર સામાનના લઈ જવા દેતા અભયમ એ સમાધાન કરાવ્યું.
દાહોદ તા.17
Dahod માંથી એક મહિલા નો અભયમ 181મહિલા હેલ્પલાઇન મા કોલ આવેલ કે તેમનો ઘર નો સામાન તેમના મકાન માલિક લઈ જવા દેતા નથી જેથી તેમાં મદદ કરવા જણાવતા દાહોદ અભયમ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોચી મકાન માલિક સાથે શાંતિપૂર્વક વાતચીત કરી મામલો શાંત પડ્યોહતો.
મળતી માહિતી મુજબ ગહખોય વિસ્તાર મા છેલ્લા ચાર વર્ષ થી ભાડુઆત તરીકે રહેતા અને સમોસા કચોરી ની લારી ચલાવતા માંગીલાલ ને હાલમાં લોકડાઉન ને કારણે ધંધો બંધ રહેતા એક માસ નું મકાન ભાડુ 4000/-રૂપિયા ચૂકવી ના સકતા મકાન માલિક મારવા આવેલ અને તાત્કાલિક મકાન ભાડા ની રકમ ની માંગણી કરતા અને પત્ની નપણ ગાળો આપતાં તેઓ મુશ્કેલી મા મુકાયા હતા.
અભયમ ટીમે મકાન માલિક ને સમજાવેલ કે છેલ્લા 4વર્ષ થી તેઓ નિયમિત ભાડુ આપતાં હતા પરંતુ હાલની પરિસ્થિતિ મા તેમની આવક બંધ થઈ ગઇ છે તમને પણ મુશ્કેલી પડતી હશે પરંતુ આવી પડેલ આપતી મા એકબીજા ની મુશ્કેલી સમજી મદદરૂપ બનવામાં ભલમનસાઈ છે માંગીલાલ અને તેનીપત્ની એ જણાવેલ કે હવે તેઓ 4000/જેટલું માસિક ભાડુ આપી શકે તેમ નથી જેથી એક રૂમ ની 2000/-ભાડા ની રૂમ મા જવાનું નક્કી કરેલ છે અમારા મકાન માલિક ના બાકી ના ભાડા ની રકમ ધંધો ચાલુ થતા તરતજ અમે ચૂકવી આપીશુ જેની ખાત્રી આપીએ છીએ.
આમ પરિસ્થિતિ વિશે સમજાવતાં મકાન માલિક તેમનો સામાન લઈ જવા સમ્મ્ત થયા હતા.
આમ સમજાવટ થી મામલો શાંત પાડવામાં સફળતા મળી હતી.
#Sindhuuday Dahod

