રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સ્પર્શ લેપ્રસી અવરનેસ પખવાડિયાની ઉજવણી કરાશે.

અજય સાસી

રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સ્પર્શ લેપ્રસી અવરનેસ પખવાડિયાની ઉજવણી કરાશે.

સ્પર્શ લેપ્રસી અવરનેશ કેમ્પેઈન તા. ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી સુધી સઘન રીતે યોજાશે. જે અંતર્ગત કલેકટર ડૉ. હર્ષિત ગોસાવી અને જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત એન્ટી લેપ્રસી ડે અને સ્પર્શ લેપ્રસી અવરનેસ પખવાડિયાની ઉજવણી માટે મીટીંગ કરવામાં આવી જેમાં ૩૦ જાન્યુઆરી એન્ટી લેપ્રસિ ડે ઉજવાતો હોય તે અંતર્ગત ૩૦ જાન્યુઆરીના રોજ સમગ્ર ગામો માં ગ્રામ સભાનું આયોજન કરવાનું નક્કી કરાયું છે. તેમજ તમામ લોકોને રક્તપિત રોગ વિશે જાણકારી મળે તેમજ રક્તપિત ના દર્દીઓને લોકોનો પણ સાથ સહકાર મળે જેથી કરીને રક્તપિત્તનાં દર્દીને શારીરિક માનસિક સામાજિક અને આર્થિક રીતે પણ સહાયક રુપ થાય વધુમાં 30/01/2024થી 13/02/2024 દિન -15 દરમ્યાન સ્પર્શ લેપ્રસી અવરનેસ કેમ્પેઈનની કામગીરીનો શુભારંભ કરવાનો થશે. જેમાં આ મુજબની કામગીરી કરવામાં આવશે.૩૦ જાન્યુઆરીએ ગ્રામ સભાનું આયોજન કરવાનું, 1/02/2024થી 13/02/2024 દરમ્યાન જાહેર સ્થળો એ ભવાઈ, ગામે ગામ સ્કૂલ ના બાળકો દ્વારા રેલી નું આયોજન , ગ્રામ્ય આરોગ્ય સમિતિ સાથે મીટિંગ, વિલેજ હેલ્થ એન્ડ સેનીટેશન કમિટી સાથે મીટિંગ, સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રચાર પ્રસાર, રેડીયોના માધ્યમ થી પ્રચાર પ્રસાર, લેપ્રસીના દર્દીઓ માટે સ્પેસિયલ આધાર કાર્ડ ઝુંબેશ કરવામાં આવશે પત્રિકા વિતરણ આ વખતે ૨૦૨૪ની એન્ટી લેપ્રસી ડે ની થીમ “કલંક નો અંત, ગૌરવને સ્વીકારવું” ની થીમ નોંધ પાત્ર છે જે કલંક અને સામાજિક અસરોને સંબોધવાના મહત્વને પ્રકાશિત કરે છે જે ઘણીવાર રક્તપિત સાથે સંકળાયેલા હોય છે સમાજમાંથી રક્તપિત નાબુદ કરવાના અભિયાનમાં હકારાત્મક અભિગમ સાથે કુટુંબ અને દેશને રક્તપિત્ત મુકત કરવાની દિશામાં અગ્રેસર કરવા સઘન ઝુંબેશ યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: