હસદેવ જંગલ કાપવા પર રોક લગાવવામાં આવે તે હેતુથી સંતરામપુર ખાતે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંતરામપુર મહીસાગર દ્વારા સંતરામપુર મામલતદાર મારફતે રાષ્ટ્રપતિ ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

બ્રેકિંગ ન્યુઝ:-/

સંતરામપુર સલમાન મોરવાલા

હસદેવ જંગલ કાપવા પર રોક લગાવવામાં આવે તે હેતુથી સંતરામપુર ખાતે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંતરામપુર મહીસાગર દ્વારા સંતરામપુર મામલતદાર મારફતે રાષ્ટ્રપતિ ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

છત્તીસગઢ રાજ્યના અંબિકાપુર, કોરબા, સુરજપુર અને સરગુજા જિલ્લાઓમાં હસદેવ જંગલ ફેલાયેલું છે. તે આદિવાસીઓની આજવિકાનું તથા વન્ય પ્રાણીઓનું નિવાસસ્થાન છે. તે અનુસૂચિત વિસ્તારમાં આવેલ છે. છતિસગઢ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જમીન અધિકરણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ અનુચ્છેદ 338 ક હેઠળ અનુસૂચિત વિસ્તારમાં માઇન્સ એન્ડ મિનરલ્સ એક્ટ 1957 ગેરકાનૂની છે. તેવું સુપ્રીમ કોર્ટ ના સમતા જજમેન્ટ બનાવ આંધ્ર પ્રદેશ 1997 અનુસાર રૂઢિગત ગ્રામસભાની મંજૂરી વગર અનુસૂચિત વિસ્તારમાં ખનન કરી શકાશે નહીં. પરંતુ રૂઢિગત ગ્રામસભાની મંજૂરી વગર બળજબરીથી ખોટી ગ્રામસભા બનાવી ઈ- નીલામી, માઈન્ડિંગ લિસ્ટ ના નામ પર ગેર બંધારણીય રીતે અનુસૂચિત વિસ્તારોમાં જમીન અધિકરણ કરવામાં આવી રહી છે. તથા હસદેવ જંગલ કાપવામાં આવી રહ્યું છે.

જેના કારણે પુરા ભારતના આદિવાસી સમુદાયમાં આક્રોશ છે. માટે તેનું લોક તાંત્રિક રીતે વિરોધ કરવા માટે તથા હસદેવ જંગલ કાપવા પર રોક લગાવવામાં આવે તે હેતુથી આજરોજ સંતરામપુર ખાતે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંતરામપુર મહીસાગર દ્વારા 29 જાન્યુઆરી 2024 ના રોજ સંતરામપુર મામલતદાર મારફતે રાષ્ટ્રપતિ ની આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.જુવો આગલા અંકમાં

રિપોર્ટર:-/સલમાન મોરાવાલાસંતરામપુર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!