ફતેપુરા વિધાનસભા ના 33 રસ્તાઓ માટે 4011.66 લાખના કામો મંજૂર કરવામાં આવ્યા.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા વિધાનસભા ના 33 રસ્તાઓ માટે 4011.66 લાખના કામો મંજૂર કરવામાં આવ્યા
ફતેપુરાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ની માંગને લઈને સરકારશ્રીએ ૩૩ રસ્તાઓ મંજુર કર્યા ૧૨૯ ફતેપુરા વિધાનસભા મતવિસ્તાર ફતેપુરા અને સંજેલી તાલુકા ના રિસફૅસીંગ વર્ષ ૨૦૨૩-૨૪ હેઠળ કુલ ૩૩ રસ્તાઓ માટે ૪૦૧૧.૬૬ લાખ ની માતબર રકમ ના કામો ને ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંજુર કરી જોબ નંબર આપવા બદલ ગુજરાત રાજ્ય ના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ રાજ્ય સરકારનો ફતેપુરાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા આભાર વ્યક્ત કરેલ છે

