દાહોદ 181 અભયમ દીકરીની મદદ એ પહોંચી.

અજય સાસી

એક કોલેજ કરતી દીકરીને તેના પરિવાર એ જબરજસ્તી સગાઈ કરાવેલ લગ્ન લેવાની જાણ થતા દીકરી ઘર છોડીને એક રાત કોઈને જણાવ્યા વગર જ કોલેજમાં રોકાઈ .દાહોદ 181 અભયમ દીકરીની મદદ એ પહોંચી.

181 અભયમ દાહોદ ટીમ ને કોલેજ સ્ટાફે ફોન કરી જાણ કરેલ કે મારી કોલેજની દીકરી કોઈને જાણ ન થાય તેવી રીતે એક રાત કોલેજમાં જ રોકાઈ અને બીજા દિવસે તેના સગાઈ વાળો છોકરો અને દીકરીના કાકા કોલેજમાં દીકરીને લેવા આવેલ છે આથી 181 અભયમ ટીમ દાહોદ તાત્કાલિક ઘટનાસ્થળ કોલેજ પર પહોંચી. દીકરીનું વ્યક્તિગત કાઉન્સિલિંગ કરેલ .તો જાણવા મળ્યું કે તેના પિતાના ડરથી તેને સગાઈ માટે હા પાડેલ. બે મહિના પહેલા તેના પિતા નું આકસ્મિક મૃત્યુ થયેલ છે. દીકરીને હવે તે સગાઈ વાળા છોકરા જોડે લગ્ન કરવા નથી તેના કાકા અને કુટુંબીજનો જબરજસ્તી લગ્ન માટે તૈયારી કરી રહ્યા છે અને કોલેજ જવા દેવા ના કહે છે આથી દીકરી તેના કપડાં લઈ ઘરેથી કોલેજમાં જ કોઈને જણાવ્યા વગર રોકાઈ હતી બીજા દિવસે શિક્ષકોને જાણ થયેલ દીકરીને લગ્ન કરવા નથી અને કોલેજ પૂરી કરવી છે અને તેના મનપસંદ છોકરા જોડે લગ્ન કરવા છે આથી 181 અભયમ ટીમ દાહોદ એ તે સગાઈ વાળા છોકરા અને દીકરીના કાકા કુટુંબીજનો ત્યાં કોલેજ આવેલ હતા તો સમજાવ્યા દીકરીને લગ્ન કરવા જબરજસ્તી ના કરશો અને તેને કોલેજ પૂરી થવા દો ને દીકરી પુખ્ત વયની છે તે પોતે તેના જીવનનો નિર્ણય લઈ શકે તેમ છે તેનું ભવિષ્ય ન બગાડો આથી દીકરીના કાકા અને સગાઈ વાળા છોકરા એ પણ લગ્ન નહીં કરીએ અને દીકરીની મરજી હશે. તો જ લગ્ન કરીશું કોઈ જબરજસ્તી નહિ કરીએ કે દાબદબાણ નહીં કરીએ દીકરીની મમ્મી બીજા જિલ્લામાં કામકાજ કરવા ગયેલ હતી તો ફોન પર વાતચીત કરેલ. દીકરીને તેની મમ્મીએ જણાવેલ તે કહે તેવી રીતે મદદ કરો આથી દીકરીને તેના માસી માસાના ઘરે જવું હોવાથી તેઓ જોડે મોકલેલ રિલેટિવ હેન્ડ ઓવર ( માસા માસી.) દીકરી એ 181 અભયમ ટીમ દાહોદ નો આભાર વ્યક્ત કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: